હોમ પેજ / રેસિપી / જુવાર કોબી ના મુઠીયા

Photo of Jowar cabbage muthiya by Kamal Thakkar at BetterButter
353
1
0.0(0)
0

જુવાર કોબી ના મુઠીયા

Jun-20-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જુવાર કોબી ના મુઠીયા રેસીપી વિશે

આ પૌષ્ટિક મુઠીયા જુવાર ના લોટ અને કોબી માં થી બનાવેલા છે.ખુબજ નરમ અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. જુવાર નો લોટ ૧ કપ
  2. કોબી ૧ કપ
  3. રવો ૧ મોટી ચમચી
  4. દહીં ૨ મોટી ચમચી
  5. તેલ ૧ મોટી ચમચી
  6. આદુ,મરચા અને લસણ નું પેસ્ટ ૧ મોટી ચમચી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ગરમ મસાલો ૧/૨ નેની ચમચી
  9. હિંગ ૧/૪ નેની ચમચી
  10. લીલા ધાણા ૧ મોટી ચમચી
  11. વઘાર માટે:
  12. તેલ ૧ મોટી ચમચી
  13. રાય ૧ નાની ચમચી
  14. તલ ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. કોબી ને બસરિક સમારી લો અથવા ફૂડ પ્રોસેસર માં ચોપ કરો.
  2. એક મોટા વદન માં સમારેલું કોબી અને જુવાર નો લોટ લો.
  3. આમાં બધાજ મસાલા, આદુ મરચા અને લસણ નું પેસ્ટ,દહીં,તેલ ઉમેરો અને લોટ બાંધો.પાણી ની જરૂર નઈ પડે.
  4. હવે સ્ટીમર માં પાણી મૂકીને ગરમ કરો.એમ ચારણી મુકો .તેલ વાળા હાથ કરીને મુઠીયા બનવાને રાખો.
  5. સ્ટીમર નું ઢાંકણું બંદ કરીને લગભગ ૧૫ મિનિટ સ્ટીમ કરો.ઢોકળા તૈયાર થઈ જશે.
  6. આ ઢોકળા તમારે કાચા તેલ સાથે ખાવા હોય તો પણ ખવાય અને વઘાર કરવો હોય તો એના નાના પીસ કરો.
  7. વઘાર માટે તેલ મૂકીને એમાં રાય અને તલ નાખો.મુઠીયા ના ટુકડા પાર વઘાર કરીને હળવે હાથે હલાવો.
  8. ગરમાગરમ મુઠીયા લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર