હોમ પેજ / રેસિપી / સૂરતી લોચો

Photo of Surti locho by safiya abdurrahman khan at BetterButter
943
5
0.0(0)
0

સૂરતી લોચો

Jun-20-2018
safiya abdurrahman khan
240 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂરતી લોચો રેસીપી વિશે

સૂરત ગયા હોય અને લોચો ના ખાધો તો શુ ખાધૂ? તો ચાલો આજે બનાવીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચણા દાળ 200 ગ્રામ
  2. ચણા નો લોટ 1 ટેબલસ્પૂન
  3. દહી 1 ટેબલસ્પૂન
  4. પાણી 1 કપ
  5. આદૂ મરચા ની પેસ્ટ 1 ટીસ્પૂન
  6. મીઠુ 1 ટીસ્પુન
  7. હળદર 1/2 ટીસ્પુન
  8. હીંગ 1/2 ટીસ્પુન
  9. ખાવાનો સોડા 1/4 ટીસ્પુન
  10. તેલ 2 ટેબલસ્પુન
  11. લોચો મસાલો બનાવવા
  12. લાલ મરચા ની ભૂકી 1/2 ટીસ્પૂન
  13. સંચળ 1/2 ટીસ્પૂન
  14. સેકેલા જીરા નો પાવડર 1/2 ટીસ્પૂન
  15. સમારેલા કાંદા 1
  16. ઉપર છાંટવા માટે
  17. લાલ મરચા ની ભુકી
  18. લીલી ચટણી
  19. માખણ

સૂચનાઓ

  1. ચણા ની દાળ 2 3 કલાક પલાળીને ધોઇ લો.
  2. મીક્સર મા 1 કપ પાણી નાખી વાટી લો.
  3. ચણા નોલોટ, દહી નાખી બરાબર મિક્સ કરો.
  4. ઢાંકણ ઢાંકી 3 4 કલાક ગરમ સ્થાન પર આથવા માટે મુકી દો.
  5. 4 5 કલાક પછી મીઠુ,ખાવાનોસોડા, આદૂ મરચા ની પેસ્ટ નાખી બરાબર મિકસ કરો
  6. અેલ્યૂમિનિયમ ના વાસણ ને તેલ થી ચીકણુ કરી લોચા નૂ મિશરણ નાખો.
  7. લાલ મરચાની ભુકી છાંટો.
  8. મોટા વાસણ મા પાણી નાખી,સ્ટેન્ડ મૂકી લોચા નૂ વાસણ મુકો. ઢાંકણ મુકી ઢાંકી દો.
  9. 12 મિનિટ વરાળ થી બાફી લો.
  10. લાલ મરચા ની ભૂકી, સંચળ, જીરૂ પાવડર મિકસ કરી લોચોમસાલો બનાવી લો.
  11. ગરમ ગરમ લોચો પ્લેટ મા કાઢી લોચો મસાલો છાંટી ,માખણ નાખી,કાંદા, લીલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર