Open in app

સૂરતી લોચો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people

Surti locho ના વિશે

Ingredients to make Surti locho in gujarati

  • ચણા દાળ 200 ગ્રામ
  • ચણા નો લોટ 1 ટેબલસ્પૂન
  • દહી 1 ટેબલસ્પૂન
  • પાણી 1 કપ
  • આદૂ મરચા ની પેસ્ટ 1 ટીસ્પૂન
  • મીઠુ 1 ટીસ્પુન
  • હળદર 1/2 ટીસ્પુન
  • હીંગ 1/2 ટીસ્પુન
  • ખાવાનો સોડા 1/4 ટીસ્પુન
  • તેલ 2 ટેબલસ્પુન
  • લોચો મસાલો બનાવવા
  • લાલ મરચા ની ભૂકી 1/2 ટીસ્પૂન
  • સંચળ 1/2 ટીસ્પૂન
  • સેકેલા જીરા નો પાવડર 1/2 ટીસ્પૂન
  • સમારેલા કાંદા 1
  • ઉપર છાંટવા માટે
  • લાલ મરચા ની ભુકી
  • લીલી ચટણી
  • માખણ

How to make Surti locho in gujarati

  1. ચણા ની દાળ 2 3 કલાક પલાળીને ધોઇ લો.
  2. મીક્સર મા 1 કપ પાણી નાખી વાટી લો.
  3. ચણા નોલોટ, દહી નાખી બરાબર મિક્સ કરો.
  4. ઢાંકણ ઢાંકી 3 4 કલાક ગરમ સ્થાન પર આથવા માટે મુકી દો.
  5. 4 5 કલાક પછી મીઠુ,ખાવાનોસોડા, આદૂ મરચા ની પેસ્ટ નાખી બરાબર મિકસ કરો
  6. અેલ્યૂમિનિયમ ના વાસણ ને તેલ થી ચીકણુ કરી લોચા નૂ મિશરણ નાખો.
  7. લાલ મરચાની ભુકી છાંટો.
  8. મોટા વાસણ મા પાણી નાખી,સ્ટેન્ડ મૂકી લોચા નૂ વાસણ મુકો. ઢાંકણ મુકી ઢાંકી દો.
  9. 12 મિનિટ વરાળ થી બાફી લો.
  10. લાલ મરચા ની ભૂકી, સંચળ, જીરૂ પાવડર મિકસ કરી લોચોમસાલો બનાવી લો.
  11. ગરમ ગરમ લોચો પ્લેટ મા કાઢી લોચો મસાલો છાંટી ,માખણ નાખી,કાંદા, લીલી ચટણી સાથે સર્વ કરો.

Reviews for Surti locho in gujarati (0)

No reviews yet.

Recipes similar to Surti locho in gujarati

  • સુરતી લોચો

    4 likes
  • સુરતી લોચો

    3 likes
  • સૂરતી આલૂપૂરી

    5 likes