હોમ પેજ / રેસિપી / મિક્સ દાળ ઢોકળા

Photo of Mix Dal Dhokla by Bharti Khatri at BetterButter
1229
4
0.0(0)
0

મિક્સ દાળ ઢોકળા

Jun-21-2018
Bharti Khatri
240 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ દાળ ઢોકળા રેસીપી વિશે

મિક્સ દાળ ઢોકળા નાના મોટા સૌને ભાવે. તે સવારના નાસ્તા મા બાળકો ના ટિફિન બોક્સ મા એક દિવસના પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ મગ ની દાળ
  2. 1 કપ અદડ ની દાળ
  3. 100 ગ્રામ દહીં
  4. 1 ચમચો ગોળ
  5. 2 ચમચી વાટેલા આદુ મરચા લસણ
  6. 1 ચમચી અજમો
  7. 2 ચમચી લાલ મરચુ પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  10. 1 ચમચી ચાટ મસાલો
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. બન્ને દાળ ને 3 થી 4 કલાક ધોઈ ને પાણી મા પલાળવી.
  2. દાળ પલળી જાય એટલે તેને મિક્સર મા કરકરી વાટવી.
  3. હવે તેમા દહીં ,ગોળ, અજમો ,1 ચમચી લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, મીઠું, વાટેલા આદુ મરચા લસણ બધા મસાલા નાખીને ખીરુ તૈયાર કરવુ.
  4. ઢોકળા ના કૂકર મા પાણી ગરમ કરી પાણી મા સ્ટેન્ડ મુકી ઢોકળા મુકવા ની ખાલી થાળી ગરમ કરવા મુકવી.
  5. હવે થાળી ગરમ થાય એટલે તેમા તૈયાર કરેલ ઢોકળા નુ ખીરુ નાખી ને તેના પર લાલ મરચુ પાઉડર અને ચાટ મસાલો ભભરાવી ને થોડા જાડાં ઢોકળા ઉતારવા.
  6. ૫-૭ મિનિટ પછી જોઈ લેવા ઢોકળા તૈયાર થઈ જશે.
  7. ઢોકળા થઈ જાય એટલે તેના કાપા કરી ગરમા ગરમ મિક્સ દાળ ઢોકળા ચટણી, સૉસ, ચા, કોફી ,દુધ સાથે પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર