Open in app

ચીઝ અને મકાઈ ના ફ્રીટર્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Solanki Minaxi21st Jun 2018

Cheese and corn fritters ના વિશે

Ingredients to make Cheese and corn fritters in gujarati

  • ૧ ૧/૨ ટેબલસ્પૂન બટર
  • ૧/૨ કપ ક્રશ કરેલી અમેરિકન મકાઈ ના દાણા
  • ૨ ટેબલસ્પૂન મેંદો
  • ૧ કપ દૂધ
  • ૧/૨ કપ છીણેલું ચીઝ
  • ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી
  • ૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  • ૧ ટી સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન ઓરેગાનો
  • ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ૧/૨ ટી સ્પૂન ડ્રાય પાર્સલી
  • ૧ ટેબલસ્પૂન સમારેલા જેલેપીનો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૫ ટેબલસ્પૂન તાજી બ્રેડ નો ભૂકો
  • અન્ય સામગ્રી :-
  • ૩ ટેબલસ્પૂન મેંદો
  • ૧/૨ કપ પાણી
  • સૂકી બ્રેડ નો ભૂકો
  • સાથે પીરસવા માટે:-
  • મેયોનીઝ
  • હોટ અને સ્વીટ ટોમેટો ચીલી સોસ

How to make Cheese and corn fritters in gujarati

  1. કઢાઈમાં બટર ગરમ કરી , તેમાં મકાઈના દાણા ને ૨ મિનિટ સાંતળો
  2. પછી તેમાં મેંદો નાખી ને મિક્સ કરી લો અને ૨ મિનિટ સાંતળો
  3. દૂધ નાખી ને મિક્સ કરી લો, દૂધ શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી લો
  4. પછી તેમાં ખમણેલું ચીઝ, ડુંગળી, કોથમીર, લીલા મરચા ની પેસ્ટ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પાર્સલી,જેલેપીનો અને મીઠું નાખી ગેસ ચાલુ કરી લો
  5. બધું બરાબર મિક્સ કરી લો,૧ મિનિટ સુધી સાંતળી ગેસ બંધ કરી દો
  6. અને તાજા બ્રેડ નો ભૂકો નાખો
  7. બરાબર મિક્સ કરી લેવું, મિશ્રણ ઠંડુ પડે એટલે એકસરખા ગોળા વાળી લો
  8. મેંદા માં પાણી નાખી , ચપટી મીઠું નાખી મિક્સ કરી લો અને પેસ્ટ બનાવી લો
  9. ગોળા ને પેસ્ટ માં બોળી ને ચમચી થી કાણા વાળી જાળી પર કાઢી લો જેથી વધારાની પેસ્ટ નીકળી જાય
  10. પછી સૂકા બ્રેડ ના ભૂકા માં રગદોળી લો
  11. ગરમ તેલમાં તળી લો
  12. મેયોનીઝ માં હોટ અને સ્વીટ ટોમેટો ચીલી સોસ મિક્સ કરી ડીપ તૈયાર કરી સલાડ સાથે પીરસો

Reviews for Cheese and corn fritters in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese and corn fritters in gujarati