Open in app

પાતરા શુશી રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Urvashi Belani21st Jun 2018

Patra shushi roll ના વિશે

Ingredients to make Patra shushi roll in gujarati

  • 8 નાની સાઈઝના પાતરા
  • 1 કપ રાંધેલા ભાત ( ચોંટેલા રાંધવા)
  • બેસણ ના મિક્સચર માટે:
  • 1/2 કપ બેસણ
  • 2 ચમચા આમલી નો પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • 1 ચમચી શક્કર
  • 1 ચપટી હિંગ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 કપ છીણેલું કોપરું
  • 1 ડુંગળી (કાપેલી)
  • 1 ચમચી વાટેલા આદુ મરચા લસણ
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1/2 ચમચી જીરું
  • 2 ચમચા તેલ
  • વઘાર માટે:
  • 1 ચમચો તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1 ચમચી તલ
  • થોડો મીઠો લીમડો

How to make Patra shushi roll in gujarati

  1. બેસણ નું મિક્સચર બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી , વાટેલા આદુ મરચાં લસણ જીરું,આખા ધાણા નાખી 1 મિનિટ સાંતળો પછી ઠંડુ કરી તેમાં કોપરું નાખી મિક્સ કરી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી દો.
  2. આ પેસ્ટ માં બેસન અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  3. 4 પાતરા લઇ તેમાંથી એક પાતરા પર આ ખીરું લગાવી તેનો કઠણ રોલ વાળો.
  4. આ રીતે બાકીના ત્રણ પાતરા પર પણ બેસણ નું ખીરું લગાવી રોલ બનાવો.
  5. બધા રોલ ને 20 થી 25 મિનિટ સુધી વરાળ માં બાફો. પછી રોલ ને ઠંડુ થવા દો.
  6. બાકી ના ચાર પાતરા ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંદ કરીને 2 મિનિટ પાણી માં રાખો પછી કાઢી ને ઠંડુ થવા દો.
  7. એક પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી રાંધેલા ભાત પાથરો, તેના પર પાતરા નો રોલ મૂકી દો.પછી પ્લાસ્ટિક ની મદદ થી ભાત નો કઠણ રોલ બનાવો
  8. આ રીતે 4 રોલ તૈયાર કરો
  9. પછી 1 રોલ પર એક બાફેલા પાતરા ના પાન થી કવર કરો. આ રીતે 4 રોલ તૈયાર થઈ જશે.
  10. પછી રોલ ને કાપો જેથી નાના નાના ગોળાકાર રોલ તૈયાર થશે
  11. વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, તલ ,લીમડો નાખી આ વઘાર બધા રોલ પર નાખી દો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Patra shushi roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Patra shushi roll in gujarati

  • પાતરા

    1 likes
  • પાતરા

    1 likes
  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes