હોમ પેજ / રેસિપી / પાતરા શુશી રોલ

Photo of Patra shushi roll by Urvashi Belani at BetterButter
380
3
0.0(0)
0

પાતરા શુશી રોલ

Jun-21-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા શુશી રોલ રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ ડીશ છે.પાતરા ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. અહીંયા આ રેસીપી માં પાતરા ને નવી રીતે રજૂ કર્યુ છે. શુશી રોલ એ જાપાની ડીશ છે. મેં પાતરા ના શુશી રોલ બનાવી કશું નવું કર્યું છે.

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 નાની સાઈઝના પાતરા
  2. 1 કપ રાંધેલા ભાત ( ચોંટેલા રાંધવા)
  3. બેસણ ના મિક્સચર માટે:
  4. 1/2 કપ બેસણ
  5. 2 ચમચા આમલી નો પેસ્ટ
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. સ્વાદાનુસાર નમક
  9. 1 ચમચી શક્કર
  10. 1 ચપટી હિંગ
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. 1/4 કપ છીણેલું કોપરું
  13. 1 ડુંગળી (કાપેલી)
  14. 1 ચમચી વાટેલા આદુ મરચા લસણ
  15. 1/2 ચમચી આખા ધાણા
  16. 1/2 ચમચી જીરું
  17. 2 ચમચા તેલ
  18. વઘાર માટે:
  19. 1 ચમચો તેલ
  20. 1/2 ચમચી રાઈ
  21. 1 ચમચી તલ
  22. થોડો મીઠો લીમડો

સૂચનાઓ

  1. બેસણ નું મિક્સચર બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી , વાટેલા આદુ મરચાં લસણ જીરું,આખા ધાણા નાખી 1 મિનિટ સાંતળો પછી ઠંડુ કરી તેમાં કોપરું નાખી મિક્સ કરી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી દો.
  2. આ પેસ્ટ માં બેસન અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  3. 4 પાતરા લઇ તેમાંથી એક પાતરા પર આ ખીરું લગાવી તેનો કઠણ રોલ વાળો.
  4. આ રીતે બાકીના ત્રણ પાતરા પર પણ બેસણ નું ખીરું લગાવી રોલ બનાવો.
  5. બધા રોલ ને 20 થી 25 મિનિટ સુધી વરાળ માં બાફો. પછી રોલ ને ઠંડુ થવા દો.
  6. બાકી ના ચાર પાતરા ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંદ કરીને 2 મિનિટ પાણી માં રાખો પછી કાઢી ને ઠંડુ થવા દો.
  7. એક પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી રાંધેલા ભાત પાથરો, તેના પર પાતરા નો રોલ મૂકી દો.પછી પ્લાસ્ટિક ની મદદ થી ભાત નો કઠણ રોલ બનાવો
  8. આ રીતે 4 રોલ તૈયાર કરો
  9. પછી 1 રોલ પર એક બાફેલા પાતરા ના પાન થી કવર કરો. આ રીતે 4 રોલ તૈયાર થઈ જશે.
  10. પછી રોલ ને કાપો જેથી નાના નાના ગોળાકાર રોલ તૈયાર થશે
  11. વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, તલ ,લીમડો નાખી આ વઘાર બધા રોલ પર નાખી દો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર