હોમ પેજ / રેસિપી / ટોમેટો ફ્લેવર ફેટ્ટુચીન પાસ્તા

Photo of Tomato flavor Fettuccine Pasta by Shaheda T. A. at BetterButter
559
2
0.0(0)
0

ટોમેટો ફ્લેવર ફેટ્ટુચીન પાસ્તા

Jun-21-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોમેટો ફ્લેવર ફેટ્ટુચીન પાસ્તા રેસીપી વિશે

આ નવી સ્ટાઇલે બનાવેલા પાસ્તા.. નાસ્તા માં જરૂર ટ્રાઈ કરો.. બધાને ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ફેટ્ટુચીન પાસ્તા
  2. 1 પ્યાઝ/કાંદા સમારેલા
  3. 1 કપ ટોમેટો પ્યૂરી
  4. 1 મોટી ચમચી ટોમેટો પેસ્ટ
  5. 1 નાની ચમચી પુદીના પાવડર
  6. 1 નાની ચમચી કાળી મરી પાવડર
  7. નમક સ્વાદ મુજબ
  8. 1 કપ ક્રીમ
  9. 1/2 કપ જીણી સમારેલી ચીઝ
  10. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં 2 મોટી ચમચી નમક, 2 મોટી ચમચી તેલ અને 5 કપ પાણી નાખીને પાણી ઉકળવા દો.
  2. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પાસ્તા નાખી દો. એને 8 થી 10 મિનિટ ઉકળવા દો.
  3. હવે એને ચારણી માં ચાળી લો.
  4. એક પૅન માં 3 મોટી ચમચી તેલ નાખી ગરમ કરો. કાંદા નાખીને એને ગુલાબી થવા દો.
  5. એમાં ટોમેટો પેસ્ટ અને ટોમેટો પ્યૂરી નાખી બરાબર મિક્ષ કરો.
  6. હવે એમાં જરૂર મુજબ નમક, પુદીના પાવડર, કાળી મરી પાવડર અને ક્રીમ નાખીને મીક્સ કરી લો.
  7. હવે પાસ્તા અને ચીઝ નાખીને ટૉસ કરી લો.
  8. તમારા ફેટ્ટુચીન પાસ્તા તૈયાર છે. આને નાસ્તા માં સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર