Open in app

બનાના લોફ/બ્રેડ (ઈંડા વિના)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  8 people
Shaheda T. A.21st Jun 2018

Banana Loaf/Bread (Eggless) ના વિશે

Ingredients to make Banana Loaf/Bread (Eggless) in gujarati

  • મેંદો 2 કપ
  • બેકીંગ પાવડર 2 નાની ચમચી
  • બેકીંગ સોડા 2 નાની ચમચી
  • ચપટી નમક
  • દળેલી ખાંડ 1 કપ
  • તેલ 1/2 કપ
  • 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  • કેળાં 4 મેશ કરેલા

How to make Banana Loaf/Bread (Eggless) in gujarati

  1. ઓવેન ને 180 ડિગ્રી પર પ્રિહિટ કરી લો.
  2. એક બાઉલ માં મેંદો, નમક, બેકીંગ સોડા અને બેકીંગ પાવડર નાખીને મીક્સ કરી લો.
  3. એક બીજા બાઉલ માં બ્લેન્ડર ની મદદ થી ખાંડ, કન્ડેન્સ્ડ મિલ્ક, વેનીલા એસેન્સ અને તેલ ને સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મીક્સ કરી લો. મેશ કરેલા કેળા નાખીને મીક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ ને સૂકા મિશ્રણ માં નાખીને ધીમે ધીમે મિક્સ કરતા જાઓ.
  5. બ્રેડ ના ટીન ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી લો. એમાં આ મિશ્રણ નાખી દો. જો તમારું ટીન નાનું હોય તો બે વાર માં નાખો.
  6. પ્રિહિટેડ ઓવેન માં 40 થી 45 મિનિટ બેક કરો. જો ટૂથપિક ચોખ્ખી નીકળે એટલે તમારું બ્રેડ તૈયાર છે.
  7. આ બ્રેડ ને રેક પર ઠંડુ થવા દો.
  8. પીનટ બટર અથવા મિક્સ ફ્રુટ જેમ સાથે આ બ્રેડ ડબલ સ્વાદ આપશે.

Reviews for Banana Loaf/Bread (Eggless) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana Loaf/Bread (Eggless) in gujarati