હોમ પેજ / રેસિપી / બનાના લોફ/બ્રેડ (ઈંડા વિના)

Photo of Banana Loaf/Bread (Eggless) by Shaheda T. A. at BetterButter
245
2
0.0(0)
0

બનાના લોફ/બ્રેડ (ઈંડા વિના)

Jun-21-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના લોફ/બ્રેડ (ઈંડા વિના) રેસીપી વિશે

સવાર ની શરૂઆત હેલ્થી નાસ્તા સાથે થાય તો મજા આવિ જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. મેંદો 2 કપ
  2. બેકીંગ પાવડર 2 નાની ચમચી
  3. બેકીંગ સોડા 2 નાની ચમચી
  4. ચપટી નમક
  5. દળેલી ખાંડ 1 કપ
  6. તેલ 1/2 કપ
  7. 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  8. વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  9. કેળાં 4 મેશ કરેલા

સૂચનાઓ

  1. ઓવેન ને 180 ડિગ્રી પર પ્રિહિટ કરી લો.
  2. એક બાઉલ માં મેંદો, નમક, બેકીંગ સોડા અને બેકીંગ પાવડર નાખીને મીક્સ કરી લો.
  3. એક બીજા બાઉલ માં બ્લેન્ડર ની મદદ થી ખાંડ, કન્ડેન્સ્ડ મિલ્ક, વેનીલા એસેન્સ અને તેલ ને સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મીક્સ કરી લો. મેશ કરેલા કેળા નાખીને મીક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ ને સૂકા મિશ્રણ માં નાખીને ધીમે ધીમે મિક્સ કરતા જાઓ.
  5. બ્રેડ ના ટીન ને ઘી અથવા તેલ થી ગ્રીસ કરી લો. એમાં આ મિશ્રણ નાખી દો. જો તમારું ટીન નાનું હોય તો બે વાર માં નાખો.
  6. પ્રિહિટેડ ઓવેન માં 40 થી 45 મિનિટ બેક કરો. જો ટૂથપિક ચોખ્ખી નીકળે એટલે તમારું બ્રેડ તૈયાર છે.
  7. આ બ્રેડ ને રેક પર ઠંડુ થવા દો.
  8. પીનટ બટર અથવા મિક્સ ફ્રુટ જેમ સાથે આ બ્રેડ ડબલ સ્વાદ આપશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર