Open in app

દાલ પકવાન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Rani Soni21st Jun 2018

Dal Pakwan ના વિશે

Ingredients to make Dal Pakwan in gujarati

  • 1 કપ ચણા દાળ
  • 2 લીલા મરચા
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 /2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી જીરુ
  • 1 ચમચી આમચુર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ
  • પકવાન બનાવવા માટે : 1 કપ મેંદો
  • 1 ચમચી જીરૂ
  • ઘી 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ડીપ ફ્રાય માટે તેલ જરૂર મુજબ
  • સર્વ કરવા માટે :
  • 1 કાંદા સમારેલા
  • 1 ટામેટું સમારેલા
  • કોથમીર સમારેલ 1 ચમચી
  • આમલી ની ચટણી 2 ચમચી
  • ગ્રીન ચટણી 2 ચમચી
  • સેવ 1 ચમચી

How to make Dal Pakwan in gujarati

  1. ચણા દાળને ધોઈ 2 કલાક માટે પલાળી રાખો.
  2. કુકર માં દાળ,1 1/2 કપ પાણી, મીઠું, હળદર નાંખી 3 સીટી વગાડો.
  3. તેલને ગરમ કરી જીરૂ નાંખો.
  4. લીલું મરચું નાંખી વઘાર દાળમાં નાખો.
  5. ગરમ મસાલો ,આમચૂર પાઉડર નાંખી દાળ ને 1 મિનિટ ઉકાળો.
  6. કોથમીર નાખો દાળ તૈયાર છે.
  7. પકવાન માટે : લોટ માં જીરૂ, મીઠું, ઘી ઉમેરી પાણી થી સોફ્ટ કણક બાંધો.
  8. તેલને ગરમ કરવા મૂકો.
  9. કણકના લુઆ વાળી પાતળી પુરીઓ વણો.
  10. પુરી માં કાંટા વડે કાણા પાડી તેલમાં તળી લો.
  11. પકવાન તૈયાર છે.
  12. સર્વ કરવા : પકવાનને પ્લેટમાં લઈ તેના પર દાળ નાખો.
  13. આમલી ની ચટણી, લીલી ચટણી, કાંદા, ટામેટા ,કોથમીર, નાંખી અને સર્વ કરો.

Reviews for Dal Pakwan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal Pakwan in gujarati

  • દાલ મખની

    2 likes
  • દાલ-બાટી

    0 likes
  • દાળ પકવાન

    6 likes
  • દાલ ફ્રાય

    4 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાલ પકવાન

    3 likes