હોમ પેજ / રેસિપી / ખીચું બુલેટ

Photo of Khichu bullets by Dimpal Patel at BetterButter
223
3
0.0(0)
0

ખીચું બુલેટ

Jun-21-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચું બુલેટ રેસીપી વિશે

ખીચુ નું એકદમ હેલ્ધી અને ટેસ્ટી વઝૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ખીચુંની સામગ્રી :
  2. ચોખા ૧/૨ કપ
  3. દાળિયાનો પાવડર ૧/૪ કપ
  4. લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  5. તલ ૧ મોટી ચમચી
  6. જીરું ૧ મોટી ચમચી
  7. મીઠું ૧ ચમચી
  8. પાણી ૨ કપ
  9. સટફીંગ ની સામગ્રી :
  10. કાપેલા શાકભાજી (કેપ્સિકમ , કોબીજ , કાંદા ,ગાજર વગેરે ) ૧/૪ કપ
  11. સીઝવાન ચટણી - ૧ મોટી ચમચી
  12. મેયોનીઝ ૧ મોટી ચમચી
  13. કેચપ ૧ મોટી ચમચી
  14. મીઠું ૧/૪ નાની ચમચી

સૂચનાઓ

  1. એક પેણીમાં પાણી , લીલા મરચાં ની પેસ્ટ , તલ , જીરું અને મીઠું મિક્સ કરવું. પછી તેને ઉકળવા મુકવું.
  2. પાણી ઉકળવા લાગે એટલે ચોખા નો લોટ અને દાળિયા નો પાવડર થોડો - થોડો મિક્સ કરવો
  3. ધીમા ગેસ પર ૧૦ - ૧૨ મિનિટ ધીમા ગેસ પર થવા દેવુ. પછી તેને ડીશમાં કાઢી લેવું.
  4. એક બાઉલમાં સટફીંગ ની સામગ્રી મિક્સ કરવી.
  5. ચોખા ના મિક્ષણમાંથી નાના ગોળા બનાવવા. હવે હથેળીમાં નાની પૂરી બનાવવી અને વરચે સટફીંગ મૂકવું.
  6. હવે તેને બુલેટ નો સેઈપ આપવો.
  7. ગરમ તેલમાં બુલેટ તળી લેવા.
  8. ગોલ્ડન કલરના થાય એટલે કાઢી લેવા.
  9. કેચપ અને કોથમીર ની ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર