છોલે ચણા મસાલા | Chhole chana masala Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  22nd Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Chhole chana masala recipe in Gujarati, છોલે ચણા મસાલા, Dipika Ranapara
છોલે ચણા મસાલાby Dipika Ranapara
  • તૈયારીનો સમય

    8

    Hours
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    6

    લોકો

1

0

છોલે ચણા મસાલા વાનગીઓ

છોલે ચણા મસાલા Ingredients to make ( Ingredients to make Chhole chana masala Recipe in Gujarati )

  • 1,1/2 કપ 8 કલાક સુધી પલાળી રાખેલા અને બાફેલા કાબૂલી ચણા
  • 3 ટેબલ સ્પૂન તેલ
  • 10 મીઠા લીમડાનાં પાન
  • 2તમાલપત્ર
  • 1 મોટી ઇલાઇચી
  • 4 નાની ઇલાઇચી
  • 5લવિંગ
  • 1 જાવિંત્રિ
  • 1સેમી તજ
  • 2ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
  • 1કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1કપ ટામેટાની પેસ્ટ
  • 5 નંગ કાજૂ
  • મીઠું પ્રમાણસર
  • મરચું 1ટી સ્પૂન
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • 1ટી સ્પૂન ગરમ મસાલો
  • 1ટી સ્પૂન આંબલી ની પેસ્ટ
  • 1ટી સ્પૂન કસૂરી મેથી
  • 1ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

How to make છોલે ચણા મસાલા

  1. એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં મીઠાં લીમડાનાં પાન અને તમાલપત્ર , ચપટી જીરું નાખો.
  2. તરત જ મોટી ઇલાઇચી, નાની ઇલાઇચી, તજ, લવિંગ, જાવિંત્રિ, જેવા ખડા મસાલા નાખી બરાબર હલાવી લો.
  3. તરત જ વાટેલા આદુ મરચા લસણ નાખી સાંતળો
  4. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો
  5. કાજૂઉમેરો.
  6. ટામેટાની પેસ્ટ નાખી બરાબર હલાવી ચડવા દો.
  7. એક વાડકી મા મીઠું અને હળદર, મરચું, ધાણાજીરુ નાખી પાણી રેડીને હલાવી ઉમેરો
  8. ગરમ મસાલો અને આંબલી ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો
  9. બાફેલા કાબુલી ચણા નાખી બરાબર હલાવી લો
  10. થોડું ઊકળી જાય પછી કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ગરમા ગરમ પીરસો

Reviews for Chhole chana masala Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો