હોમ પેજ / રેસિપી / છોલે ચણા મસાલા

Photo of Chhole chana masala by Dipika Ranapara at BetterButter
498
3
0.0(0)
0

છોલે ચણા મસાલા

Jun-22-2018
Dipika Ranapara
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે ચણા મસાલા રેસીપી વિશે

છોલે ચણા મસાલા એ પંજાબી ફૂડ છે. સફેદ ચણા જે કાબૂલી ચણા તરીકે ઓળખાય છે અને ખૂબજ સરસ અને પ્રોટીન યુક્ત છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1,1/2 કપ 8 કલાક સુધી પલાળી રાખેલા અને બાફેલા કાબૂલી ચણા
  2. 3 ટેબલ સ્પૂન તેલ
  3. 10 મીઠા લીમડાનાં પાન
  4. 2તમાલપત્ર
  5. 1 મોટી ઇલાઇચી
  6. 4 નાની ઇલાઇચી
  7. 5લવિંગ
  8. 1 જાવિંત્રિ
  9. 1સેમી તજ
  10. 2ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
  11. 1કપ ઝીણી સમારેલી ડુંગળી
  12. 1કપ ટામેટાની પેસ્ટ
  13. 5 નંગ કાજૂ
  14. મીઠું પ્રમાણસર
  15. મરચું 1ટી સ્પૂન
  16. 1/2 ટી સ્પૂન હળદર
  17. 1ટી સ્પૂન ધાણાજીરુ
  18. 1ટી સ્પૂન ગરમ મસાલો
  19. 1ટી સ્પૂન આંબલી ની પેસ્ટ
  20. 1ટી સ્પૂન કસૂરી મેથી
  21. 1ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં મીઠાં લીમડાનાં પાન અને તમાલપત્ર , ચપટી જીરું નાખો.
  2. તરત જ મોટી ઇલાઇચી, નાની ઇલાઇચી, તજ, લવિંગ, જાવિંત્રિ, જેવા ખડા મસાલા નાખી બરાબર હલાવી લો.
  3. તરત જ વાટેલા આદુ મરચા લસણ નાખી સાંતળો
  4. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો
  5. કાજૂઉમેરો.
  6. ટામેટાની પેસ્ટ નાખી બરાબર હલાવી ચડવા દો.
  7. એક વાડકી મા મીઠું અને હળદર, મરચું, ધાણાજીરુ નાખી પાણી રેડીને હલાવી ઉમેરો
  8. ગરમ મસાલો અને આંબલી ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો
  9. બાફેલા કાબુલી ચણા નાખી બરાબર હલાવી લો
  10. થોડું ઊકળી જાય પછી કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર હલાવી લો અને ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર