હોમ પેજ / રેસિપી / મેથી મુઠીયા ટીક્કા

Photo of Methi muthiya tikka by Urvashi Belani at BetterButter
606
4
0.0(0)
0

મેથી મુઠીયા ટીક્કા

Jun-22-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મુઠીયા ટીક્કા રેસીપી વિશે

મેથી મુઠીયા એ ગુજરાતીઓની મનગમતી વાનગી છે. અહીં મેં મુઠીયા ને થોડું ઈનોવેશન કરીને રજૂ કર્યું

રેસીપી ટૈગ

  • ગ્રીલ્લીંગ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 ,લાલ શિમલા મિર્ચ
  2. 1 પીળું શિમલા મિર્ચ
  3. 1 લીલું શિમલા મિર્ચ
  4. માખણ ( ગ્રીલ કરવા માટે)
  5. મેથી મુઠીયા માટે:
  6. 1 કપ ઘઉં નો લોટ
  7. 1/2 કપ બેસણ
  8. 1/2 કપ કાપેલી મેથી
  9. 2 ચમચા વાટેલા આદુ લસણ મરચા
  10. 3 ચમચા દહીં
  11. 3 ચમચા તેલ
  12. 1 ચમચી લાલ મરચું
  13. 1/2 ચમચી હળદર
  14. એક ચપટી હિંગ
  15. 2 ચમચી ખાંડ
  16. 1 ચમચી સોંફ
  17. સ્વાદાનુસાર નમક
  18. વઘાર માટે:
  19. 2 ચમચા તેલ
  20. 1 ચમચી રાઈ
  21. 1 ચમચી તલ
  22. મેરીનેશન માટે:
  23. 1 કપ ગાઢું દહીં
  24. 1 ચમચી કોર્નફ્લોર
  25. 1 ચમચો વાટેલા આદુ લસણ મરચા
  26. 1ચમચી લાલ મરચું
  27. 1/2 ચમચી ગરમ મસાલો
  28. 1/2 ચમચી ચાટ મસાલો
  29. 1 ચપટી ઓરેન્જ રેડ કલર
  30. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. બધા શિમલા મિર્ચ ને ચોરસ ટુકડા માં કાપો.
  2. મેથી મુઠીયા માટે બધી સામગ્રી ને એક વાસણ માં નાખી મિક્સ કરી જરૂરત મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
  3. આ લોટ માંથી નાના સીલેન્ડર આકાર ના રોલ બનાવો. પછી બધા રોલ ને 18 થી 20 મિનિટ સુધી વરાળ માં બાફો.
  4. બફાઈ ગયા પછી બધા રોલને ઠંડા પાડી નાના નાના ટુકડા માં કાપી દો.
  5. મેરીનેશન ની બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરો.
  6. મેરીનેશન માં મુઠીયા અને બધા શિમલા મિર્ચ નાખી મિક્સ કરી, ઢાંકી ને 1/2 થી 1 કલાક સુધી ફ્રીઝ માં મુકી દો.
  7. ગ્રીલ પેન માં થોડું માખણ નાખી મેરીનેશન થી કોટ કરેલા મુઠીયા અને શિમલા મિર્ચ મૂકીને બંને બાજુ થી 2-3મિનિટ સુધી શેકો.
  8. બધા મુઠીયા અને શિમલા મિર્ચ ને એક પ્લેટ માં મૂકી ઉપર થી રાઈ અને તલ નો વઘાર કરો.
  9. મુઠીયા અને શિમલા મિર્ચ ને ઈચ્છા મુજબ ટૂથપીક માં ગોઠવી લીલી ચટણી અને પત્તાગોબી ના સલાડ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર