Open in app

મકાઈ ઢેબરા ના ટાકોસ ફણગાવેલા મગ સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  6 people
Urvashi Belani22nd Jun 2018

Maize flour tacos with moong sprouts ના વિશે

Ingredients to make Maize flour tacos with moong sprouts in gujarati

  • 1 કપ મકાઈ નો લોટ
  • 1/2 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચા વાટેલા આદુ લસણ મરચાં
  • 2 ચમચા દહીં
  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી તલ
  • 1 ચમચી ગોળ
  • 1 ચમચી લાલ મરચું
  • સ્વાદાનુસાર નમક
  • થોડા કાપેલા લીલા ધાણા
  • ફણગાવેલા મગ નો મસાલો બનાવવા માટે:
  • 1 કપ ફણગાવેલા મગ
  • 2 ચમચા વાટેલા આદુ લસણ મરચા
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • 1 લીંબુ નો રસ
  • સલાડ માટે:
  • 1/4 કપ લાંબી સમારેલી કોબીજ
  • 1 સમારેલીડુંગળી
  • 1/2 સમારેલી શિમલા મિર્ચ
  • 1/2 સમારેલી કાકડી
  • 1/2 સમારેલું ટામેટું
  • 1/2 લીંબુ નો રસ
  • સ્વાદાનુસાર નમક

How to make Maize flour tacos with moong sprouts in gujarati

  1. ટાકોસ બનાવવા માટે ઢેબરાં ની બધી સામગ્રી મિક્સ કરી પાણી થી લોટ બાંધો અને 15 મિનિટ આ લોટ ને ઢાંકી ને એકતરફ મૂકી દો.
  2. આ લોટ માંથી નાની પુરી વણી તેના પર ફોર્ક ની મદદ થી નાનાં નાના કાણા કરો.
  3. પુરી ને ગરમ તેલ માં તળવા મુકો, તળાઈ જાય ત્યારે તેલ માંથી કાઢી તરત વેલણ ની મદદ થી ટાકો નો આકાર આપો.
  4. મગ નો મસાલો બનાવવા માટે એક વાસણ માં તેલ મૂકી જીરું નાખી વાટેલો મસાલો નાખો. 2 મિનિટ પછી મગ અને સૂકા મસાલા નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી 2 મિનિટ ધીમા તાપે રાખો પછી લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો.
  5. સલાડ ની બધી સામગ્રી મિક્સ કરી દો.
  6. સર્વ કરવા માટે ટાકોસ ને એક પ્લેટ માં મૂકી અંદર મગ નો મસાલો નાખી ઉપર લીલી ચટણી અને સલાડ નાખી પરોસો.

Reviews for Maize flour tacos with moong sprouts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Maize flour tacos with moong sprouts in gujarati