હોમ પેજ / રેસિપી / મકાઈ ઢેબરા ના ટાકોસ ફણગાવેલા મગ સાથે

Photo of Maize flour tacos with moong sprouts by Urvashi Belani at BetterButter
0
3
0(0)
0

મકાઈ ઢેબરા ના ટાકોસ ફણગાવેલા મગ સાથે

Jun-22-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ ઢેબરા ના ટાકોસ ફણગાવેલા મગ સાથે રેસીપી વિશે

આ રેસિપી માં મકાઈ ઢેબરાં ના ટાકોસ બનાવી ફણગાવેલા મગ સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ મકાઈ નો લોટ
  2. 1/2 કપ ઘઉં નો લોટ
  3. 2 ચમચા વાટેલા આદુ લસણ મરચાં
  4. 2 ચમચા દહીં
  5. 1 ચમચી તેલ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/2 ચમચી તલ
  8. 1 ચમચી ગોળ
  9. 1 ચમચી લાલ મરચું
  10. સ્વાદાનુસાર નમક
  11. થોડા કાપેલા લીલા ધાણા
  12. ફણગાવેલા મગ નો મસાલો બનાવવા માટે:
  13. 1 કપ ફણગાવેલા મગ
  14. 2 ચમચા વાટેલા આદુ લસણ મરચા
  15. 1/2 ચમચી જીરું
  16. 1/2 ચમચી લાલ મરચું
  17. 1/4 ચમચી હળદર
  18. સ્વાદાનુસાર નમક
  19. 1 લીંબુ નો રસ
  20. સલાડ માટે:
  21. 1/4 કપ લાંબી સમારેલી કોબીજ
  22. 1 સમારેલીડુંગળી
  23. 1/2 સમારેલી શિમલા મિર્ચ
  24. 1/2 સમારેલી કાકડી
  25. 1/2 સમારેલું ટામેટું
  26. 1/2 લીંબુ નો રસ
  27. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. ટાકોસ બનાવવા માટે ઢેબરાં ની બધી સામગ્રી મિક્સ કરી પાણી થી લોટ બાંધો અને 15 મિનિટ આ લોટ ને ઢાંકી ને એકતરફ મૂકી દો.
  2. આ લોટ માંથી નાની પુરી વણી તેના પર ફોર્ક ની મદદ થી નાનાં નાના કાણા કરો.
  3. પુરી ને ગરમ તેલ માં તળવા મુકો, તળાઈ જાય ત્યારે તેલ માંથી કાઢી તરત વેલણ ની મદદ થી ટાકો નો આકાર આપો.
  4. મગ નો મસાલો બનાવવા માટે એક વાસણ માં તેલ મૂકી જીરું નાખી વાટેલો મસાલો નાખો. 2 મિનિટ પછી મગ અને સૂકા મસાલા નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી 2 મિનિટ ધીમા તાપે રાખો પછી લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો.
  5. સલાડ ની બધી સામગ્રી મિક્સ કરી દો.
  6. સર્વ કરવા માટે ટાકોસ ને એક પ્લેટ માં મૂકી અંદર મગ નો મસાલો નાખી ઉપર લીલી ચટણી અને સલાડ નાખી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર