હોમ પેજ / રેસિપી / ઈડલી બર્ગર

Photo of Idli burger by Jyoti Adwani at BetterButter
0
3
0(0)
0

ઈડલી બર્ગર

Jun-22-2018
Jyoti Adwani
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી બર્ગર રેસીપી વિશે

નોર્મલ બર્ગર તો તમે ઘણા જ ટેસ્ટ કર્યા હશે પણ આજે ટેસ્ટ કરો આ ઈડલી બર્ગર.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૧ કપ
  2. બટેટા બાફેલા ૫
  3. ગરમ મસાલો ૧/૨ ટેબલ સ્પૂન
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ
  6. આદુ-લસણ ની પેસ્ટ ૧/૨ ટેબલ સ્પૂન
  7. કોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન
  8. અડધા લીંબુ નો રસ
  9. ૨ ટામેટા
  10. ટોમેટો સોસ
  11. ચીઝ સ્લાઈસ ૫
  12. ડુંગળી ૨
  13. ઈનો ૧/૨ ટેબલ સ્પૂન
  14. તલ ૧ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે સુજી માં જરૂર મુજબ નું નિમક અને પાણી નાખીને ૧૦ મિનિટ માટે મૂકી દેસું.
  2. હવે તેમાં ઇનો ઉમેરીને સારી રીતે ફેંટી લેસું અને તેને ઈડલી સ્ટેન્ડ માં મૂકી ને બનવા ડેસુ.
  3. જ્યાં સુધી ઈડલી બને ત્યાં સુધી આપણે બર્ગર માટે ટિક્કી બનાવસુ.
  4. બાફેલા બટેટા માં નિમક,કોર્ન ફ્લોર,આદુ લસણ ની પેસ્ટ,લીંબુ નો રસ ઉમેરી ને ટિકકી વાલી લેસું અને તવા માં તેલ મૂકી તેને સેકી લેસું.
  5. હવે ઈડલી બની જાય એટલે બર્ગર રેડી કરીએ.
  6. હવે તવા માં થોડું તેલ મૂકી તેમાં ચપટી જેટલા તલ મુકસું અને પછી તેમાં ઈડલી ને બન્ને બાજુથી સેકી લેસું.
  7. હવે ઈડલી પર સોસ લગાડસુ,પછી ટિકકી મુકસું,પછી ચીઝ સ્લીઅસ મુકસું,તેના પછી ટમેટા સને ડુંગળી ની સ્લીઅસ મુકીસુ,વળી સોસ અને ઉપર બીજી શેકેલી ઈડલી મૂકીને બર્ગર રેડી કરીશુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર