Photo of Rawa Kachori by Shyama Amit at BetterButter
1112
4
0.0(1)
0

Rawa Kachori

Jun-23-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. કચોરીના લોટ માટે
  2. 1 કપ રવો
  3. 2 કપ પાણી
  4. 1 નાની ચમચી તેલ
  5. ભરાવન માટે : -
  6. 3-4 બાકેલા બટાકા
  7. 1 સમારેલી ડુંગળી
  8. 1 ચમચી આદુ મરચાં
  9. 1/2 નાની ચમચી હળદર
  10. 1 નાની ચમચી મરી
  11. 1/2 નાની ચમચી હીંગ
  12. 1/2 નાની ચમચી જીરૂ
  13. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  14. 1/2 નાની ચમચી આમચૂર પાવડર
  15. મીઠુ્ં સ્વાદ મુજબ
  16. તેલ 2 ચમચી + તળવા માટે

સૂચનાઓ

  1. પાણી ગરમ કરો તેમાં રવો ઉમેરી ચઢવો. જ્યારે રવો પાણી શોષી લે ત્યારે ગેસ બંધ કરી તેને ઠંડો પાડો ત્યારબાદ તેલ લગાવીને મિશ્રણ માંથી લોટ બાંધી લો.
  2. કચોરી માટે નો લોટ તૈયાર છે તેને ઢાંકી ને મૂકી દો.
  3. ભરાવન ના મસાલા માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ, ,જીરૂ ,ડુંગળી અને આદુ મરચા, હળદર, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને બરાબર હલાવવું ,હવે તેમાં બાફેલાં બારીક સમારેલાં બટાકા ઉમેરીને કોથમીર નાખી બરાબર ભેળવીને ઠંડુ થવા દો. 
  4. લોટની લીંબુના આકારના લુવા બનાવી લો. પછી એક કે દોઢ ચમચી ભરાવન નો મસાલો ભરો. કચોરીની કિનારીને વાળીને બંધ કરીને હલકા હાથે દવાબી વણી લો.  
  5. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો.
  6. કડાઈ માં તેલ ગરમ કરી તેલમાં કચોરી બ્રાઉન થાય સુધી તળી લો. તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે વચ્ચે કચોરી ને પલટતા રહો જેથી બને તરફ સોનેરી તળાઈ જાય.
  7. ગરમા ગરમ કચોરી ને લીલાં મરચાં સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-23-2018
Neelam Barot   Jun-23-2018

વાહ ટેસ્ટી છે:ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર