નાયલોન ખમણ કેક | Naylon Khaman Cake Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  23rd Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Naylon Khaman Cake by Bharti Khatri at BetterButter
નાયલોન ખમણ કેકby Bharti Khatri
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

7

1

નાયલોન ખમણ કેક વાનગીઓ

નાયલોન ખમણ કેક Ingredients to make ( Ingredients to make Naylon Khaman Cake Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ)
 • ૧ બીટ છીણેલું
 • ૧ ચમચી આદુ, મરચાં વાટેલા
 • ચપટી હીંગ
 • ૧ ૧/૨ નાની ચમચી લીંબુના ફુલ
 • ૧ નાની ચમચી સાજીં ના ફુલ
 • ૨ મોટા ચમચા વઘાર માટે તેલ
 • ૧ નાની ચમચી રાઈ
 • ૧ નાની ચમચી તલ
 • ૪-૫ લીલા મરચાં
 • 4 નાની ચમચી ખાંડ
 • ૧ મોટો ચમચો નારિયેળ છીણેલુ
 • ૧ ચમચો દાડમ ના દાણા
 • મીઠુ સ્વાદ મુજબ

How to make નાયલોન ખમણ કેક

 1. બેસન ને બે ભાગમા લઈ લો અલગ અલગ બેસન મા મીઠું ,આદુ મરચા વાટેલા, હીંગ, તેલ અને પાણી નાખીને ખીરુ તૈયાર કરવુ.
 2. થાળી ગરમ થાય ત્યા સુધી બીટ ને ધોઈને છીણી તેને હાથ થી દબાવી બીટ માથી પાણી કાઢી લેવુ અને તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ચપટી ગરમ મસાલો અને મીઠું નાખી ને મિક્સ કરી લેવુ.
 3. હવે એક ભાગ મા સાજીં ના ફુલ નાખવા.
 4. પછી તેને ખુબ હલાવો તો આ રીતે ખીરુ ફુલશે.
 5. હવે ખીરા ને થાળી મા રેડી ને ઢોકળાં ના કુકર માં મૂકી ખમણ થવા દો.
 6. હવે ૩-૪ મિનિટ પછી ખમણ થોડા થઈ જાય એટલે મસાલો મિક્સ કરેલુ છીણેલુ બીટ ખમણ ની ઉપર પાથરી દેવુ.
 7. હવે બીજા ભાગ મા પણ સાજી ના ફુલ નાખી ખુબ હલાવી ખીરુ ફુલે એટલે બીટ વાળા લેયર પર બધી બાજુ સરખુ રેડી દેવુ.
 8. આ રીતે ખમણ તૈયાર થશે.
 9. હવે ખમણ ને થાળી માથી કાઢી કડાઈ મા તેલ ગરમ કરી તેમા વધાર કરો. તેના માટે કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાઈ ને ચપટી હીંગ નાખો ત્યારબાદ લીલા મરચાં મોટા કાપેલા, તલ અને ખાંડ નાખી તેમા પાણી ઉમેરી થોડી વાર ઉકળવા દેવુ જ્યા સુધી ખાંડ ઓગળી જાય. હવે વઘાર ખમણ પર બધી બાજુ રેડવો. અને કોપરા ની નારિયેળ ની છીણ પાથરવુ.
 10. હવે દાડમ ના દાણા અને બીટ થી સજાવો.
 11. હવે ઝીણી સેવ સાથે પીરસો.

My Tip:

ખીરા મા સાજી ના ફુલ નાખી ખુબ હલાવી ખીરુ ફુલે એટલે તરત જ ખમણ થવા થાળી મા રેડી દેવાથી તે સારા ફુલશે.

Reviews for Naylon Khaman Cake Recipe in Gujarati (1)

Neelam Barota year ago

ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ પણ:ok_hand:
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો