હોમ પેજ / રેસિપી / પૌષ્ટીક ખૂલી સેન્ડવિચ

Photo of Healthy open sandwich by Krupa Shah at BetterButter
706
2
0.0(0)
0

પૌષ્ટીક ખૂલી સેન્ડવિચ

Jun-23-2018
Krupa Shah
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌષ્ટીક ખૂલી સેન્ડવિચ રેસીપી વિશે

રવો, ઓટ્સ, ચોખા નો લોટ અને શાકભાજી ના મિશ્રણ ને દહીં માં થોડા સમય માટે પલાળીને રાખી મૂકવું. એમાં માસાલા ઉમેરી મલ્ટિગ્રેન બ્રેડ પર ફેલાવી અને પછી બેવ બાજુ બટર માં શેકીને પીરસો!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બ્રિટીશ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મલ્ટિગ્રેન બ્રેડ ૬
  2. બટર શેકવા માટે
  3. સેન્ડવિચ નુ લેયર બનાવવા માટે:
  4. રવો ૧/૨ કપ
  5. શેકેલા ઓટ્સ નો પાવડર ૧/૨ કપ
  6. ચોખા નો લોટ ૧/૪ કપ
  7. તાજુ દહીં ૨/૩ કપ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. બારીક સમારેલી કોબીજ ૨ મોટા ચમચા
  10. બારીક સમારેલી કોથમીર ૨ મોટા ચમચા
  11. બારીક સમારેલા ગાજર ૨ મોટા ચમચા
  12. બારીક સમારેલા કેપ્સીકમ ૨ મોટા ચમચા
  13. લાલ મરચાનો પાવડર ૧ નાની ચમચી
  14. શેકેલા જીરું પાઉડર ૧ નાની ચમચી
  15. સૂંઠ ૧/૨ નાની ચમચી
  16. લીલા મરચાં ની પેસ્ટ ૧ નાની ચમચી
  17. સેન્ડવિચ મસાલો ૧/૨ નાની ચમચી
  18. હીંગ ચપટી

સૂચનાઓ

  1. સેન્ડવિચ પર લેયર કરવાની બધી સામગ્રી મિક્સ કરી દો એક મોટા વાસણમાં.
  2. ૧૫-૨૦ મીનીટ સુધી એને પલડવા દો.
  3. મિશ્રણ જો બ‌ઉ ઘટ્ટ લાગે તો એમાં દહીં અથવા પાણી ઉમેરી દો.
  4. મલ્ટિગ્રેન બ્રેડ પર તૈયાર મિશ્રણ ફેલાવી દો.
  5. તવો ગરમ કરી એના ઉપર બટર મૂકી દો.
  6. હવે મિશ્રણ લગાડેલો ભાગ પહેલાં શેકી લો.
  7. પછી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  8. પછી તૈયાર સેન્ડવીચ ને અડધી કાપી લો અને પછી એ પીરસો ટમેટો સોસ સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર