Open in app

ખાંડવી (5 મીનીટ માઇક્રોવેવ માં)

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dipika Ranapara24th Jun 2018

Khandvi ના વિશે

Ingredients to make Khandvi in gujarati

  • 1વાડકી ચણાનો ઝીણો લોટ
  • 3 વાડકી છાસ
  • મીઠું પ્રમાણસર
  • હળદર 1/4 ચમચી
  • વઘાર ની સામગ્રી
  • 1ચમચી તેલ
  • 1/2 ચમચી રાઇ
  • 1ચમચી તલ
  • 3 નંગ ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  • ખમણેલું નાળિયેર સજાવટ માટે

How to make Khandvi in gujarati

  1. માઇક્રોવેવ સેફ બાઉલ માં ચણાનો લોટ, મીઠું પ્રમાણસર અને હળદર નાખી બરાબર હલાવી લો
  2. છાસ નાખી બરાબર ફેટી લો.
  3. હવે માઇક્રોવેવ માં 1મીનીટ માટે બાફવા મૂકો.
  4. પછી બહાર નીકળીને ફરીથી ફેટી લો.
  5. આ રીતે 4-5 વાર કરો.
  6. એક થાળી ઉંધી પાડી તેના પર તેલ ચોપડી બફેલુ મીશ્રણ પાતળાં પડ માં ફેલાવો.
  7. એક થી ડોઢ ઇચ ની લાંબી પટ્ટી માં કાપા પાડીને ગોળ રોલ બનાવી લો.
  8. હવે એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, લીલા મરચાં ઝીણા સમારેલા નાખી ખાડવી ના રોલ પર રેડો.
  9. ખમણેલું નાળિયેર અને ઝીણી સમારેલી કોથમીર નાખી સજાવો.

Reviews for Khandvi in gujarati (2)

Rina Joshi3 months ago

હુ પણ આમ જ બનાવુ

Rani Soni6 months ago

Superb

Recipes similar to Khandvi in gujarati