Photo of Fafda by Dipika Ranapara at BetterButter
655
3
0.0(0)
0

ફાફડા

Jun-24-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાફડા રેસીપી વિશે

ફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, કઢી અને લીલા મરચા અને પપૈયાનું છીણ હોય તો આહાહા ફાફડા ખાવાની મજા પડી જાય છે. કેટલાંય ગુજરાતીઓને ચા સાથે ફાફડા ખાવાની પણ આદત હોય છે. ફાફડા ગુજરાતીઓમાં આટલા લોકપ્રિય હોવા છતાં પણ ભાગ્યે જ કોઈ ઘરે ફાફડા બને છે. આ ઈઝી રેસિપીથી તમે ઘરે પણ બનાવી શકો છ સ્વાદિષ્ટ ફાફડા.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ ચણાનો લોટ
  2. 1/4કપ પાણી
  3. મીઠું પ્રમાણસર
  4. 1/4 ચમચી સાજીનાં ફૂલ
  5. 1/2 ચમચી અજમો
  6. તળવા માટે તેલ પ્રમાણસર
  7. 1/2 ચમચી મરી નો ભૂકો

સૂચનાઓ

  1. એક પાત્રમાં ચણાનો લોટ લો અને તેમાં મીઠું પ્રમાણસર, મરી નો ભૂકો, અજમો અને સાજીનાં ફૂલ ઉમેરી હલાવી લો
  2. તેમાં પાણી રેડીને લોટ બાંધવો
  3. તેલ નુ મોણ દઇ મસળી લો
  4. લૂવા બનાવી લો
  5. તેલ ગરમ કરી દો
  6. એક પાટલી ઉપર લૂવો લઇ લાંબા લસરકે ઘસો.
  7. ચપ્પુ ની મદદ થી ખેચી ને ઉખાડી લો અને મધ્યમ આંચ પર તળી લો.
  8. ચા, કઢી, તળેલા મરચાં, પપૈયા ના છીણ સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર