હોમ પેજ / રેસિપી / તીખી પુરી

Photo of Spicy khasta puri by Dipika Ranapara at BetterButter
1444
3
0.0(0)
0

તીખી પુરી

Jun-24-2018
Dipika Ranapara
300 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તીખી પુરી રેસીપી વિશે

પુરી, એ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભોજન અને નાસ્તામાં વપરાતી, તળેલી વાનગી છે. ગુજરાતી વાનગીઓમાં પણ પુરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે, આ વાનગી સવારનાં નાસ્તાથી લઇ અને ખાસ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહમાં શાક અને મિઠાઇઓ સાથે જમવાની મુખ્ય વાનગીનું સ્થાન ભોગવે છે.અહી ખાસ્તા તીખી પુરી કે જે ચા સાથે નાસ્તા માં બહૂ સ્વાદિષ્ટ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 10

  1. 4કપ ઘઉ નો કરકરો લોટ
  2. 1,1/2 કપ પાણી
  3. મીઠું પ્રમાણસર
  4. 1/2કપ તેલ મોણ માટે
  5. 2ચમચી લાલ મરચું
  6. 1/2ચમચી હળદર
  7. 1ચમચી અજમો
  8. 1ચમચી તલ
  9. 1ચમચી ગરમ મસાલો
  10. 1/4 કપ મલઇ
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક કાથરોટ માં ઘઉ નો લોટ, મીઠું પ્રમાણસર, મરચું, હળદર, ગરમ મસાલો, અજમો,તલ, મોણ, મલાઇ અને પાણી રેડીને કઠણ ભાખરી જેવો લોટ બાંધવો .
  2. દસ્તા થી ટીપી ને મુલાયમ કરો.
  3. તેલ થી ચીકવી લો.
  4. પ્લેટફોર્મ ઉપર મોટો લૂવો લઇ મોટો રોટલો વણી લો. હવે કાંટા થી કાપા પાડી લો.
  5. જુદા જુદા આકાર ના કટર થી જુદા જુદા આકાર ની પુરી બનાવી લો
  6. ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર