Open in app

ટોસ્ટ સેન્ડવીચ અને બ્રેડ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Hetal Shah24th Jun 2018

Toast Sandwich & Bread Roll ના વિશે

Ingredients to make Toast Sandwich & Bread Roll in gujarati

  • બાફેલા ૪-૫ બટેટા નું પૂરણ
  • નાની વાટકી બાફેલા વટાણા નાં દાણા
  • ૧ બારીક સમારેલો કાંદો
  • થોડી બારીક સમારેલી કોથમીર
  • આદુ , મરચા અને લસણની પેસ્ટ
  • મીઠું , ગરમ મસાલો , સાકાર , લીંબુ નો રસ
  • ૮-૧૦ બ્રેડ ની સ્લાઈસ
  • થોડી કોથમીર ની લીલી ચટણી
  • થોડી લસણ ની તીખી ચટણી
  • ટોસ્ટ સેન્ડવીચ માટે સેકવા ઘી
  • બ્રેડ રોલ બનાવવા તળવા નું તેલ
  • બ્રેડ રોલ બનાવવા બ્રેડ ને નરમ કરવા ચમચી દૂધ
  • પીરસવા માં ટમેટો કેચઅપ

How to make Toast Sandwich & Bread Roll in gujarati

  1. બટેટા નાં પૂરણ ને બરાબર મસળી લો.
  2. તેમાં બારીક સમરેલા કાંદા, બાફેલા વટાણા, બારીક સમારેલી કોથમીર ઉમેરો.
  3. ૨-૩ ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરો.
  4. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, સાકાર અને ચમચી લીંબુ નો રસ ઉમેરી બરાબર ભેળવી લો.
  5. ટોસ્ટ સેન્ડવીચ માટે બે બ્રેડ ની સ્લાઈસ લો એક બાજુ લીલી કોથમીર ની ચટણી લગાવો અને બીજા બ્રેડ ની એક બાજુ લસણ ની ચટણી લગાવો.
  6. ચટણી વાળી એક બ્રેડ પર તૈયાર કરેલું પૂરણ પથરી બીજી બ્રેડ ની સ્લાઈસ ને સામસામે જોડી દો.
  7. ગરમ તવી પર ઘી લગાવી બંને બાજુ બરાબર સેકો...ગોલ્ડન બ્રાઉન થાય એટલે પ્લેટ માં લઇ ચાકુ વળે બે ભાગ કરો...તૈયાર છે ટોસ્ટ સેન્ડવીચ.
  8. બ્રેડ રોલ માટે એક બ્રેડ ની સ્લાઈસ લઈ તેની કિનાર કાપી લો.
  9. બ્રેડ પર આંગળી વળે થોડું દૂધ લગાવો...હવે પૂરણ નો લંબગોળ ગોળો મૂકી લંબગોળ આકારમાં હળવે થી રોલ વાળી લો.
  10. તવામાં માં ગરમ તેલ મૂકી મધ્યમ તાપે તળવા દો...ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી ટોમેટો કેચઅપ સાથે પીરસો.

Reviews for Toast Sandwich & Bread Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Toast Sandwich & Bread Roll in gujarati