કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ટોસ્ટ સેન્ડવીચ અને બ્રેડ રોલ

Photo of Toast Sandwich & Bread Roll by Hetal Shah at BetterButter
0
3
0(0)
0

ટોસ્ટ સેન્ડવીચ અને બ્રેડ રોલ

Jun-24-2018
Hetal Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોસ્ટ સેન્ડવીચ અને બ્રેડ રોલ રેસીપી વિશે

વરસાદ નાં વાતાવરણ માં તળેલો બ્રેડ રોલ અને જેમને તળેલું ન ખાવું હોય તેના માટે તવા ટોસ્ટ સેન્ડવીચ!!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા ૪-૫ બટેટા નું પૂરણ
  2. નાની વાટકી બાફેલા વટાણા નાં દાણા
  3. ૧ બારીક સમારેલો કાંદો
  4. થોડી બારીક સમારેલી કોથમીર
  5. આદુ , મરચા અને લસણની પેસ્ટ
  6. મીઠું , ગરમ મસાલો , સાકાર , લીંબુ નો રસ
  7. ૮-૧૦ બ્રેડ ની સ્લાઈસ
  8. થોડી કોથમીર ની લીલી ચટણી
  9. થોડી લસણ ની તીખી ચટણી
  10. ટોસ્ટ સેન્ડવીચ માટે સેકવા ઘી
  11. બ્રેડ રોલ બનાવવા તળવા નું તેલ
  12. બ્રેડ રોલ બનાવવા બ્રેડ ને નરમ કરવા ચમચી દૂધ
  13. પીરસવા માં ટમેટો કેચઅપ

સૂચનાઓ

  1. બટેટા નાં પૂરણ ને બરાબર મસળી લો.
  2. તેમાં બારીક સમરેલા કાંદા, બાફેલા વટાણા, બારીક સમારેલી કોથમીર ઉમેરો.
  3. ૨-૩ ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરો.
  4. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, સાકાર અને ચમચી લીંબુ નો રસ ઉમેરી બરાબર ભેળવી લો.
  5. ટોસ્ટ સેન્ડવીચ માટે બે બ્રેડ ની સ્લાઈસ લો એક બાજુ લીલી કોથમીર ની ચટણી લગાવો અને બીજા બ્રેડ ની એક બાજુ લસણ ની ચટણી લગાવો.
  6. ચટણી વાળી એક બ્રેડ પર તૈયાર કરેલું પૂરણ પથરી બીજી બ્રેડ ની સ્લાઈસ ને સામસામે જોડી દો.
  7. ગરમ તવી પર ઘી લગાવી બંને બાજુ બરાબર સેકો...ગોલ્ડન બ્રાઉન થાય એટલે પ્લેટ માં લઇ ચાકુ વળે બે ભાગ કરો...તૈયાર છે ટોસ્ટ સેન્ડવીચ.
  8. બ્રેડ રોલ માટે એક બ્રેડ ની સ્લાઈસ લઈ તેની કિનાર કાપી લો.
  9. બ્રેડ પર આંગળી વળે થોડું દૂધ લગાવો...હવે પૂરણ નો લંબગોળ ગોળો મૂકી લંબગોળ આકારમાં હળવે થી રોલ વાળી લો.
  10. તવામાં માં ગરમ તેલ મૂકી મધ્યમ તાપે તળવા દો...ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી ટોમેટો કેચઅપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર