Photo of Dudhi na muthiya by Dipika Ranapara at BetterButter
1356
7
0.0(0)
0

Dudhi na muthiya

Jun-25-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2કપ ઘઉ નો લોટ
  2. 2કપ દૂધી ને છીણ
  3. 1/2કપ બાજરી નો લોટ
  4. 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  5. એક ચમચો તેલ
  6. મીઠું પ્રમાણસર
  7. લાલ મરચું 1ચમચી
  8. 1/2ચમચી હળદર
  9. 1ચમચી ધાણાજીરુ
  10. એક ચમચી ખાંડ
  11. વઘાર ની સામગ્રી
  12. 2 ચમચા તેલ
  13. ચપટી હીંગ
  14. 1ચમચી રાઇ
  15. 3 કાપેલા લીલા મરચાં
  16. 1ચમચી તલ
  17. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1.    સૌ પ્રથમ મુઠીયાના સ્ટીમરમાં ધીમા તાપે પાણી ગરમ થવા મૂકી દેવું.
  2. હવે એક વાસણમાં છીણેલ દુધી , ઘઉંનો લોટ , બાજરી નો લોટ , મીઠું,હળદર , લાલ મરચા પાઉડર, ધાણાજીરુ પાઉડર , ખાંડ ,1 ચમચો તેલ , ખાવાનો સોડા ,સમારેલ કોથમીર , આદુ મરચા લસણની પેસ્ટ આ બધું લઇ તેને હાથ વડે મસળીને ભેગું કરવું, થોડો ઢીલો લોટ રહે તેમ બાંધવું.
  3. દુધીમાં પાણી હોવાથી પાણી નાખવાની જરૂર રહેતી નથી છતાં જરૂર પડે તો થોડું પાણી નાખવું, હવે આ લોટમાંથી થોડો ભાગ લઇ મુઠ્ઠી વચ્ચે દબાવતા જઈ તેમાંથી મુઠીયા તૈયાર કરતા જઈ સ્ટીમરમાં ગોઠવતા જવું, હવે સ્ટીમર ઢાંકીને 15 થી 20 મિનીટ માટે મુઠીયા બાફવા.
  4. ત્યારબાદ મુઠિયા થોડા ઠંડા થાય એટલે કાપી લેવા, હવે વઘાર માટે તેલ ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને તલ નાખવા , તલ તતડે એટલે હિંગ નાખી ધીમેથી સમારેલ મુઠીયા નાખવા તેને ફેરવતા જઈ બે થી ત્રણ મિનીટ બાદ ગેસ બંધ કરવો, ટેસ્ટી નાસ્તો દુધીના મુઠીયા તૈયાર। 

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર