Open in app

દૂધી ના મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dipika Ranapara25th Jun 2018

Dudhi na muthiya ના વિશે

Ingredients to make Dudhi na muthiya in gujarati

  • 2કપ ઘઉ નો લોટ
  • 2કપ દૂધી ને છીણ
  • 1/2કપ બાજરી નો લોટ
  • 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  • એક ચમચો તેલ
  • મીઠું પ્રમાણસર
  • લાલ મરચું 1ચમચી
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • એક ચમચી ખાંડ
  • વઘાર ની સામગ્રી
  • 2 ચમચા તેલ
  • ચપટી હીંગ
  • 1ચમચી રાઇ
  • 3 કાપેલા લીલા મરચાં
  • 1ચમચી તલ
  • ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

How to make Dudhi na muthiya in gujarati

  1.    સૌ પ્રથમ મુઠીયાના સ્ટીમરમાં ધીમા તાપે પાણી ગરમ થવા મૂકી દેવું.
  2. હવે એક વાસણમાં છીણેલ દુધી , ઘઉંનો લોટ , બાજરી નો લોટ , મીઠું,હળદર , લાલ મરચા પાઉડર, ધાણાજીરુ પાઉડર , ખાંડ ,1 ચમચો તેલ , ખાવાનો સોડા ,સમારેલ કોથમીર , આદુ મરચા લસણની પેસ્ટ આ બધું લઇ તેને હાથ વડે મસળીને ભેગું કરવું, થોડો ઢીલો લોટ રહે તેમ બાંધવું.
  3. દુધીમાં પાણી હોવાથી પાણી નાખવાની જરૂર રહેતી નથી છતાં જરૂર પડે તો થોડું પાણી નાખવું, હવે આ લોટમાંથી થોડો ભાગ લઇ મુઠ્ઠી વચ્ચે દબાવતા જઈ તેમાંથી મુઠીયા તૈયાર કરતા જઈ સ્ટીમરમાં ગોઠવતા જવું, હવે સ્ટીમર ઢાંકીને 15 થી 20 મિનીટ માટે મુઠીયા બાફવા.
  4. ત્યારબાદ મુઠિયા થોડા ઠંડા થાય એટલે કાપી લેવા, હવે વઘાર માટે તેલ ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને તલ નાખવા , તલ તતડે એટલે હિંગ નાખી ધીમેથી સમારેલ મુઠીયા નાખવા તેને ફેરવતા જઈ બે થી ત્રણ મિનીટ બાદ ગેસ બંધ કરવો, ટેસ્ટી નાસ્તો દુધીના મુઠીયા તૈયાર। 

Reviews for Dudhi na muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi na muthiya in gujarati

  • મુઠીયા

    0 likes
  • ભરવા દૂધી

    4 likes
  • દૂધી કબાબ

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધ ના લાડુ

    4 likes