મીની પુરી પીઝા : | Mini Puri Pizza Recipe in Gujarati

ના દ્વારા Khushboo Doshi  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mini Puri Pizza by Khushboo Doshi at BetterButter
મીની પુરી પીઝા :by Khushboo Doshi
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    5

    લોકો

9

0

મીની પુરી પીઝા : વાનગીઓ

મીની પુરી પીઝા : Ingredients to make ( Ingredients to make Mini Puri Pizza Recipe in Gujarati )

  • ૨૫૦ ગ્રામ ભેલપુરી ની પુરી.
  • ૧ મીડીયમ ટમેટું(બારીક સમારેલ)
  • ૧ મીડીયમ કાંદા (બારીક સમારેલ)
  • ૧ મીડીયમ કેપ્સીકમ (બારીક સમારેલ)
  • ૨ ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ
  • ૧ કપ લીલી ચટણી
  • ટોમેટો કેચપ ૧/૨ કપ
  • પીઝા મસાલો ૧ ચમચી
  • સેન્ડવીચ મસાલો ૧ ચમચી

How to make મીની પુરી પીઝા :

  1. સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટામેટાં બધી વસ્તુ એક ડીશ માં બારીક સમારી લો.
  2. હવે એક બાઉલમાં આ બધુ ભેગુ કરી મિક્સ કરી લો હવે તેમાં લીલી ચટણી, ટમેટો કેચપ , સેન્ડવીચ મસાલો, પીઝા મસાલો બધુ તેમાં નાખી બરોબર મિક્સ કરી લો. જો જરૂર હોય તો તેમાં મીઠું ઉમેર્વું
  3. હવે એક પ્લેટમાં પુરી ગોઠવી લો અને તેના પર લીલી ચટણી સ્પ્રેડ કરી લો.
  4. હવે આ પુરી પર ચટણી લગાવ્યા બાદ તેનાં પર આ ડુંગળી,ટમેટા અને કેપ્સીકમ ને મિક્સ કરી બનાવ્યુ છે તે મિશ્રણ ચટણી વાળી પુરી પર લગાવો અને તેના પર પીઝા મસાલો ભભરાવો અને છીણેલું ચીઝ નાંખો .
  5. હવે આ પુરી ને નોનસ્ટીક પેન માં થોડુ બટર લગાવી બધી પુરી ગોઠવી પછી ઢાંકણ થી ઢાંકી ૧૦ મિનીટ બેક કરવા મુકો. ૧૦મિનીટ પછી ઢાંકણ ખોલી જોઇ લેવું હવે બરાબર બેક થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.
  6. હવે એક સર્વીંગ ડીશમાં ગોઠવી ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરી લો. તૈયાર છે મીની પુરી પિઝા.

My Tip:

આ પુરી પીઝા માં આ ફ્લેટ/ ભેલ પુરી ની પુરી માં જ બનાવી.. તેને તમે સેઝવાન સોસ પણ નાખી શકાય છે. .

Reviews for Mini Puri Pizza Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો