Open in app

મીની પુરી પીઝા :

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Khushboo Doshi25th Jun 2018

Mini Puri Pizza ના વિશે

Ingredients to make Mini Puri Pizza in gujarati

  • ૨૫૦ ગ્રામ ભેલપુરી ની પુરી.
  • ૧ મીડીયમ ટમેટું(બારીક સમારેલ)
  • ૧ મીડીયમ કાંદા (બારીક સમારેલ)
  • ૧ મીડીયમ કેપ્સીકમ (બારીક સમારેલ)
  • ૨ ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ
  • ૧ કપ લીલી ચટણી
  • ટોમેટો કેચપ ૧/૨ કપ
  • પીઝા મસાલો ૧ ચમચી
  • સેન્ડવીચ મસાલો ૧ ચમચી

How to make Mini Puri Pizza in gujarati

  1. સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટામેટાં બધી વસ્તુ એક ડીશ માં બારીક સમારી લો.
  2. હવે એક બાઉલમાં આ બધુ ભેગુ કરી મિક્સ કરી લો હવે તેમાં લીલી ચટણી, ટમેટો કેચપ , સેન્ડવીચ મસાલો, પીઝા મસાલો બધુ તેમાં નાખી બરોબર મિક્સ કરી લો. જો જરૂર હોય તો તેમાં મીઠું ઉમેર્વું
  3. હવે એક પ્લેટમાં પુરી ગોઠવી લો અને તેના પર લીલી ચટણી સ્પ્રેડ કરી લો.
  4. હવે આ પુરી પર ચટણી લગાવ્યા બાદ તેનાં પર આ ડુંગળી,ટમેટા અને કેપ્સીકમ ને મિક્સ કરી બનાવ્યુ છે તે મિશ્રણ ચટણી વાળી પુરી પર લગાવો અને તેના પર પીઝા મસાલો ભભરાવો અને છીણેલું ચીઝ નાંખો .
  5. હવે આ પુરી ને નોનસ્ટીક પેન માં થોડુ બટર લગાવી બધી પુરી ગોઠવી પછી ઢાંકણ થી ઢાંકી ૧૦ મિનીટ બેક કરવા મુકો. ૧૦મિનીટ પછી ઢાંકણ ખોલી જોઇ લેવું હવે બરાબર બેક થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.
  6. હવે એક સર્વીંગ ડીશમાં ગોઠવી ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરી લો. તૈયાર છે મીની પુરી પિઝા.

Reviews for Mini Puri Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mini Puri Pizza in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • રવા પીઝા

    2 likes
  • દાળ પુરી

    1 likes