હોમ પેજ / રેસિપી / મીની પુરી પીઝા :

Photo of Mini Puri Pizza by Khushboo Doshi at BetterButter
678
6
0.0(0)
0

મીની પુરી પીઝા :

Jun-25-2018
Khushboo Doshi
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની પુરી પીઝા : રેસીપી વિશે

આ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ ભેલપુરી ની પુરી.
  2. ૧ મીડીયમ ટમેટું(બારીક સમારેલ)
  3. ૧ મીડીયમ કાંદા (બારીક સમારેલ)
  4. ૧ મીડીયમ કેપ્સીકમ (બારીક સમારેલ)
  5. ૨ ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ
  6. ૧ કપ લીલી ચટણી
  7. ટોમેટો કેચપ ૧/૨ કપ
  8. પીઝા મસાલો ૧ ચમચી
  9. સેન્ડવીચ મસાલો ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટામેટાં બધી વસ્તુ એક ડીશ માં બારીક સમારી લો.
  2. હવે એક બાઉલમાં આ બધુ ભેગુ કરી મિક્સ કરી લો હવે તેમાં લીલી ચટણી, ટમેટો કેચપ , સેન્ડવીચ મસાલો, પીઝા મસાલો બધુ તેમાં નાખી બરોબર મિક્સ કરી લો. જો જરૂર હોય તો તેમાં મીઠું ઉમેર્વું
  3. હવે એક પ્લેટમાં પુરી ગોઠવી લો અને તેના પર લીલી ચટણી સ્પ્રેડ કરી લો.
  4. હવે આ પુરી પર ચટણી લગાવ્યા બાદ તેનાં પર આ ડુંગળી,ટમેટા અને કેપ્સીકમ ને મિક્સ કરી બનાવ્યુ છે તે મિશ્રણ ચટણી વાળી પુરી પર લગાવો અને તેના પર પીઝા મસાલો ભભરાવો અને છીણેલું ચીઝ નાંખો .
  5. હવે આ પુરી ને નોનસ્ટીક પેન માં થોડુ બટર લગાવી બધી પુરી ગોઠવી પછી ઢાંકણ થી ઢાંકી ૧૦ મિનીટ બેક કરવા મુકો. ૧૦મિનીટ પછી ઢાંકણ ખોલી જોઇ લેવું હવે બરાબર બેક થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.
  6. હવે એક સર્વીંગ ડીશમાં ગોઠવી ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરી લો. તૈયાર છે મીની પુરી પિઝા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર