Open in app

કચ્છી કડક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Kutchhi kadak ના વિશે

Ingredients to make Kutchhi kadak in gujarati

  • ટોસ ૫ નંગ
  • બાફેલા બટાટા ૫
  • ડુંગળી જીણી સમારેલી ૨
  • હળદર ૧/૪ નાની ચમચી
  • લાલ મરચું ૧ નાની ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બેસન ની સેવ ૧ વાટકી જેટલી
  • કાજુ અને કિસમિસ અડધી વાટકી જેટલા
  • આમલી ની ચટણી અડધી વાટકી
  • ટૂટી ફ્રુટી અડધી વાટકી
  • મસાલા સિંગ ૧ વાટકી
  • તેલ ૧ ચમચી

How to make Kutchhi kadak in gujarati

  1. સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  2. તેલ ગરમ થાય પછી તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતળો.
  3. ડુંગળી સંતળાય પછી બાફેલા બટાટા સમારેલા,મસાલા સિંગ,હળદર,લાલ મરચું અને નીમક ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  4. મસાલો ઠંડો થાય તે પછી આપણે પ્લેટિંગ કરીશુ ત્યાં સુધી આપણે ટોસ ને નાના ટૂકડા કરી લેસું.
  5. હવે પ્લેટિંગ કરીએ જેના માટે પ્લેટ માં પહેલા ટોસ ના ટુકડા મુકીસુ.પછી તેના પર તૈયાર કરેલો બટેટા નો મસાલો મુકીસુ.
  6. પછી આમલી ની ચટણી, ડ્રાય ફ્રૂટ્સ નાખીશું.
  7. ત્યાર પછી સેવ,ટૂટી ફ્રુટી અને થોડીક મસાલા સિંગ નાખીને પ્લેટ રેડી કરીશુ.
  8. લો તૈયાર છે કચ્છી કડક.

Reviews for Kutchhi kadak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kutchhi kadak in gujarati

  • કચ્છી પારંપરિક ડીશ ખારી ભાત.

    3 likes
  • કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

    8 likes