પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ | Spinach Cheese Surprise Balls Recipe in Gujarati

ના દ્વારા Dhara Shah  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Spinach Cheese Surprise Balls by Dhara Shah at BetterButter
પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સby Dhara Shah
 • તૈયારીનો સમય

  8

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

14

0

પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ

પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ Ingredients to make ( Ingredients to make Spinach Cheese Surprise Balls Recipe in Gujarati )

 • ૧ ઝૂડી પાલક
 • ૮-૧૦ બ્રેડ સ્લાઈસ(ઘઉં ના લોટ ની)
 • મીઠું સ્વાદ અનુસાર
 • સરપ્રાઈઝ સ્ટફિંગ માટે:
 • ૨ ક્યૂબ ચીઝ
 • ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
 • ચપટી મીઠું
 • તેલ તળવા માટે

How to make પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ

 1. સૌ પ્રથમ પાલક ને બ્લાંચ કરી એની થોડી જાડી પ્યોરી બનાવો.
 2. બ્રેડ સ્લાઈસ ને મિક્સર માં ક્રશ કરો.
 3. હવે બાઉલ માં એ બ્રેડ નો ભુક્કો લઈ એમાં પાલક ની પ્યોરી ધીરે ધીરે ઉમેરીને લોટ જેવું મિશ્રણ બનાવો.
 4. મિશ્રણ માંથી એક સરખા નાના બોલ્સ બનાવો.
 5. સ્ટફિંગ ની સામગ્રી પણ સરખી મિક્સ કરી એના નાના બોલ્સ બનાવો.
 6. હવે બ્રેડ ના એક એક બોલ લઈ એમાં સ્ટફિંગ ના એક એક બોલ્સ મૂકો અને ફરી થી કવર કરી બોલ્સ બનાવી સાઇડ માં રાખો.
 7. હવે પેન માં તેલ ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે એમાં બોલ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
 8. ટીસ્યું પેપર પર કાઢી લો.
 9. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવા પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ, જેને તમે સનેક્સ માં સોસ સાથે સર્વ કરી શકો છો.

Reviews for Spinach Cheese Surprise Balls Recipe in Gujarati (0)