હોમ પેજ / રેસિપી / પાત્રા (પતંરવેલ ના પાના ના ભજીયા)

Photo of Patra (Pattrvel na pana na Bhajiya) by Bharti Khatri at BetterButter
3153
4
0.0(0)
0

પાત્રા (પતંરવેલ ના પાના ના ભજીયા)

Jun-25-2018
Bharti Khatri
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાત્રા (પતંરવેલ ના પાના ના ભજીયા) રેસીપી વિશે

આ ડુંગરીયા પાન પણ કહે છે અને એ પાન પર ચણા ના લોટ મા બધા મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવવા મા આવે છે. સૌને ભાવતા પાત્રા..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦ ગ્રામ પતંરવેલ ના પાના (અળવી ના પાના )
  2. ૨૫૦ ગ્રામ બેસન
  3. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી અજમો
  8. ૧ ચમચો આદુ મરચા લસણ વાટેલા
  9. ૧ ચમચો ગોળ
  10. ૨ નંગ લીંબુનો રસ
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. વધારવા માટે :-
  13. ૨ ડુંગળી
  14. ૮-૧૦ પાંદડા કઢીલીમડો
  15. ૨ ચમચા તેલ
  16. ૧ ચમચી રાઈ
  17. ૧ ચમચી તલ
  18. ચપટી મેથી દાણા
  19. ચપટી હળદર
  20. ચપટી મીંઠુ

સૂચનાઓ

  1. બેસન મા ગોળ, લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, અજમો, આદુ મરચા લસણ વાટેલા નાખવુ.
  2. લીંબુનો રસ ઉમેરો.
  3. સ્વાદમુજબ મીંઠુ નાખવુ.
  4. પાણી ઉમેરી ઢીલો લોટ તૈયાર કરવો.
  5. હવે પાંદડા ને ધોઈને એની નશો કાઢી ને સાફ કરી તૈયાર કરેલ મસાલા વાળો લોટ હાથ થી આખા પાના પર ચોપડવો પછી એનાથી નાનુ બીજુ પાન ચોપડેલા પાન પર મુકીને ચોપડવુ
  6. પાના ને ચોપડી ને આ રીતે ફીટ બીડો વાળવો.
  7. આ રીતે પાના ના બધા બીડા ચોપડી ને તૈયાર કરવા.
  8. સ્ટીમર મા બાફવા મુકવા.
  9. પાત્રા ચઢી જશે એટલે તેનો રંગ બદલાઈ જશે.
  10. હવે પાત્રા ને સરખા કાપી લેવા.
  11. તેલ ગરમ કરી તેમા રાઈ મેથી દાણા થોડા લાલાશ પડતા થવા દેવા પછી તેમા રાઈ તટડાવી ને કઢીલીમડો અને તલ નાખવા.
  12. પછી બધુ મિક્સ કરી હળદર મિક્સ કરવી.
  13. હવે પાત્રા મિક્સ કરવા અને થોડા શેકાવા દેવા.
  14. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ પાત્રા એને ચા, કોફી, દુધ સાથે પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર