હોમ પેજ / રેસિપી / અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ

Photo of AWADHI GALAUTI KEBAB SANG SHEERMAL by POOJA MISRA at BetterButter
0
4
0(0)
0

અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ

Jun-25-2018
POOJA MISRA
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અવધિ ગલાઉતી કબાબ સંગ શિરમલ રેસીપી વિશે

આ કબાબ લકનવ ના ફેમસ કબાબ છે. અવધ ના રાજા ની સ્પેશ્યલ રેસીપી. આ નોન વેજ માંથી બને. પણ મેં વેજ બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. રાજમાં 2 કપ
  2. સુરજ મુખી ના બિયા
  3. કાજુ 15
  4. ખસખસ 2 ચમચી
  5. લીલી એલચી 8
  6. કાળી એલચી 6
  7. તજ 2 ઇંચ નો કટકો
  8. લવિંગ 4
  9. કેસર 1 ચમચી
  10. કેવરા નો રસ થોડો
  11. ઘી
  12. અદરક લસણ નું પેસ્ટ 1 ચમચી
  13. લીલા મરચા 1 મોટી ચમચી
  14. માવો 8 મોટા ચમચી
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. શિરમલ બનાવવાં માટે
  17. મેંદો 1 કપ
  18. કેસર 1 ચમચી
  19. ખાંડ 1/4 ચમચી
  20. ઘી 1/4 કપ
  21. બેકિંગ પાવડર 1 ચમચી
  22. એલચી પવાડર 1 ચમચી
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. દૂધ 1/2 કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રાજમાં ને ધોઈ આખી રાત પલાડી રાખો ત્યારબાદ સવારે એને કુકર માં બાફી લો.
  2. કાજુ , સૂરજમુખી ના બિયા અને ખસખસ ને સૂકા સેકી લો.
  3. પછી એમાં સહેજ પાણી નાખી મિક્સર માં પીસી નાખો
  4. બધા સૂકા મસાલા ને ધીમી આંચ ઉપર સેકી લો પછી ઠંડા કરીને મિકક્ષી જાર માં વાટી લો.
  5. કેસર ને કેવરા માં પલાળી દો.
  6. એક કડાઈ માં 2 ચમચી તેલ ગરમ કરો , એમાં આદુ લસણ નું પેસ્ટ અને લીલાં મરચાં નાખો પછી બાફેલા રાજમાં નાખી 5 મિનિટ પછી ઉતારી લો.
  7. મિશ્રણ ને હથેળી થી દબાવી કબાબ નો શેપ આપો.
  8. પછી તવી માં ઘી અથવા બટર મૂકી કબાબ ને શેકી લો.
  9. શિરમલ બનાવાની રીત
  10. કેસર માં સહેજ ગરમ પાણી નાખી અલગ મૂકી દો.
  11. એક થાળી ના મેંદો , ઘી ,બેકિંગ પાવડર , કેસર નું પાણી ,મીઠું બધું મિક્સ કરી લોટ બાંધી લો.
  12. આ લોટ ને અડધો કલાક કપડું ઢાંકી ને મૂકી રાખો.
  13. હવે એના નાના નાના લુવા વાળી વણી લો.
  14. તવી ઉપર ઘી નાખી શેકી લો.
  15. ગરમા ગરમ કબાબ શેકીને ગરમા ગરમ શિરમલ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર