હોમ પેજ / રેસિપી / પાવભાજી ઓપન સેન્ડવીચ

Photo of Pavbhaji open Sandvich by JYOTI BHAGAT PARASIYA at BetterButter
401
2
0.0(0)
0

પાવભાજી ઓપન સેન્ડવીચ

Jun-25-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવભાજી ઓપન સેન્ડવીચ રેસીપી વિશે

ખૂબ સરળ અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ મોટા ટામેટા
  2. ૧ મોટું બટેટુ
  3. ૧/૪ કપ મટર
  4. ૧ મધ્યમ કાંદો બારીક સમારેલ
  5. ૧ નાની શિમલા મિર્ચ બારીક સમારેલ
  6. ૧ ચમચો પાવભાજી મસાલા
  7. ૧ ચમચો કાશ્મીરી લાલ મરચાં પાવડર
  8. નમક સ્વાદાનુસાર
  9. ૧ નાની ચમચી લીંબુ રસ
  10. ૨ ચમચા બટર
  11. અન્ય સામગ્રી
  12. ૧૦ બ્રેડ
  13. ૨ ચમચી બટર
  14. ૩ ચીઝ ક્યુબ
  15. લીલા ધાણા જીણા સમારેલા

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ કુકર માં બટેટા અને મટર ને બાફવા મુકો.
  2. ટામેટા ને સમારી પ્યુરી બનાવો.
  3. હવે કઢાઈ માં બટર ગરમ કરો.
  4. ડુંગળી ઉમેરી સોનેરી રંગ આવ્યા સુધી હલાવતા રહો.
  5. શિમલા મરચાં ઉમેરી ૫ મિનીટ પકાવો.
  6. હવે ટામેટા પ્યુરી ઉમેરી ૫ મીનટ સુધી હલાવો.
  7. પાવભાજી મસાલો અને મરચા પાવડર ઉમેરી હલાવો.
  8. બાફેલા મટર અને બટેટા ઉમેરી મેશર થી મેશ કરો.
  9. જરૂરિયાત મુજબ પાણી અને નમક ઉમેરી ૬ થી ૭ મીનટ સુધી પકાવો.
  10. ગેસ બંદ કરી લીંબુ રસ ઉમેરી હલાવો.
  11. હવે બ્રેડ ની બંને બાજુ બટર લગાવો.
  12. પસંદનુસાર પાવભાજી ઉમેરી સ્પ્રેડ કરો.
  13. સારી બ્રેડ આ રીતે તૈયાર કરો.
  14. ભાજી લગાવેલ બાજુ ઉપર રહે એ રીતે બ્રેડ ને હલકી સોનેરી રંગ આવે ત્યાં સુધી સેકી લો.
  15. ઉપર થી ચીઝ ખમણી લો.
  16. લીલા ધાણા ઉમેરી સજાવી લો.
  17. તરત માજા લ્યો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર