Open in app

કેરોટ સેન્ડવિચ ટાવર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people
Rani Soni25th Jun 2018

Carrot Sandwich Tower ના વિશે

Ingredients to make Carrot Sandwich Tower in gujarati

  • બ્રેડ 6 નંગ
  • છીણેલું ગાજર 1 કપ
  • ચીઝ 1 ક્યુબ
  • ચાટ મસાલા 1 ચમચી
  • લીલી ચટણી 4 ચમચી
  • ટોમેટો કેચઅપ 5 ચમચી
  • કોથમીર જરુર મુજબ
  • ટોપિંગ માટે દહીં 1 કપ
  • 1 ચમચી લીલી ચટણી
  • સુશોભન માટે વાપરવાની સામગ્રી :
  • છીણેલું ગાજર 2 ચમચી
  • સમારેલ ગાજર નાં ટુકડાં 4
  • ગાજર માંથી બનાવેલાં ફુલ 5

How to make Carrot Sandwich Tower in gujarati

  1. બધી બ્રેડ ને ગોળ આકાર માં કાપી લો.
  2. અેક બ્રેડ લઇ તેના ઉપર 1 ચમચી ટોમેટો કેચઅપ લગાવો,1 ચમચી છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  3. હવે તેના ઉપર બીજી બ્રેડ મૂકી તેના ઉપર 1 ચમચી લીલી ચટણી લગાવો અને છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  4. હવે તેના ઉપર ફરી બ્રેડ મૂકી તેના ઉપર 1 ચમચી છીણેલું ચીઝ અને છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  5. આવી રીતે બાકી વધેલી બ્રેડ મૂકતાં જાઓ અને આજ રીત થી ટાવર બનાવી લો.
  6. ટોપિંગ માટે દહીં માં લીલી ચટણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો
  7. મિશ્રણ ને બ્રેડ ના ટાવર પર લગાવી દો.
  8. છીણેલાં ગાજર ને બ્રેડ ના ટાવર પર આજુબાજુ લગાવી દો.
  9. ગાજર માંથી બનાવેલા ફુલ ,કોથમીર ને બ્રેડ ના ટાવર ની નીચે આજુબાજુ લગાવી દેવું
  10. હવે બ્રેડ ના ટાવર ઉપર સમારેલ ગાજર નાં ટુકડાં આજુબાજુ મૂકી દો અને ઉપર ગાજર માંથી બનાવેલા ફુલ મૂકી સજાવો.
  11. કેરોટ સેન્ડવિચ ટાવર તૈયાર છે.

Reviews for Carrot Sandwich Tower in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot Sandwich Tower in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes