હોમ પેજ / રેસિપી / કેરોટ સેન્ડવિચ ટાવર

Photo of Carrot Sandwich Tower by Rani Soni at BetterButter
47
3
0.0(0)
0

કેરોટ સેન્ડવિચ ટાવર

Jun-25-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરોટ સેન્ડવિચ ટાવર રેસીપી વિશે

નાસ્તા માં બનાવો કેરોટ સેન્ડવિચ ટાવર .જે બનાવામાં ખુબજ સરળ વાનગી છે જે નાના-મોટા બધાને ભાવે એવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 6 નંગ
  2. છીણેલું ગાજર 1 કપ
  3. ચીઝ 1 ક્યુબ
  4. ચાટ મસાલા 1 ચમચી
  5. લીલી ચટણી 4 ચમચી
  6. ટોમેટો કેચઅપ 5 ચમચી
  7. કોથમીર જરુર મુજબ
  8. ટોપિંગ માટે દહીં 1 કપ
  9. 1 ચમચી લીલી ચટણી
  10. સુશોભન માટે વાપરવાની સામગ્રી :
  11. છીણેલું ગાજર 2 ચમચી
  12. સમારેલ ગાજર નાં ટુકડાં 4
  13. ગાજર માંથી બનાવેલાં ફુલ 5

સૂચનાઓ

  1. બધી બ્રેડ ને ગોળ આકાર માં કાપી લો.
  2. અેક બ્રેડ લઇ તેના ઉપર 1 ચમચી ટોમેટો કેચઅપ લગાવો,1 ચમચી છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  3. હવે તેના ઉપર બીજી બ્રેડ મૂકી તેના ઉપર 1 ચમચી લીલી ચટણી લગાવો અને છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  4. હવે તેના ઉપર ફરી બ્રેડ મૂકી તેના ઉપર 1 ચમચી છીણેલું ચીઝ અને છીણેલું ગાજર મૂકો અને ચાટ મસાલો નાંખો.
  5. આવી રીતે બાકી વધેલી બ્રેડ મૂકતાં જાઓ અને આજ રીત થી ટાવર બનાવી લો.
  6. ટોપિંગ માટે દહીં માં લીલી ચટણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો
  7. મિશ્રણ ને બ્રેડ ના ટાવર પર લગાવી દો.
  8. છીણેલાં ગાજર ને બ્રેડ ના ટાવર પર આજુબાજુ લગાવી દો.
  9. ગાજર માંથી બનાવેલા ફુલ ,કોથમીર ને બ્રેડ ના ટાવર ની નીચે આજુબાજુ લગાવી દેવું
  10. હવે બ્રેડ ના ટાવર ઉપર સમારેલ ગાજર નાં ટુકડાં આજુબાજુ મૂકી દો અને ઉપર ગાજર માંથી બનાવેલા ફુલ મૂકી સજાવો.
  11. કેરોટ સેન્ડવિચ ટાવર તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર