BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સેન્ડવીચ ઢોકળા ્

Photo of Sandwich dhokla. by Mita Shah at BetterButter
2
4
0(0)
0

સેન્ડવીચ ઢોકળા ્

Jun-25-2018
Mita Shah
420 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેન્ડવીચ ઢોકળા ્ રેસીપી વિશે

ગુજરાતી ફરસાણ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3કપ ચોખા
  2. 1કપ અડદ ની દાળ
  3. 1/૪કપ પૌવા
  4. 1ચમચી ઈનો
  5. 1ચમચી તેલ
  6. 1કપ ઘટ્ટ લીલી ચટણી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ
  9. વઘાર માટે
  10. 2ચમચા તેલ
  11. 1ચમચી રાઈ
  12. 7/8 પાન મીઠા લીમડાના
  13. 2 લીલાં મરચાં
  14. સજાવટ માટે કોથમીર.

સૂચનાઓ

  1. ચોખા , દાળ અને પૌવા ને ધોઈ ને 4કલાક પલાળો.
  2. પછી વાટીને ખીરું બનાવી ,3/4 કલાક ઢાંકી ને રહેવા દો.
  3. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાંખી ,1ચમચી તેલ અને 1ચમચી ઈનો નાખી બરાબર ખીરું હલાવી લો.
  4. હવે ઢોકળીયા માં પાણી રેડી ગેસ પર ગરમ કરવા મુકો.
  5. ઢોકળા ની થાળી તેલથી ગ્નીસ કરી , એમાં 1ચમચો ખીરું રેડી બાફવા મૂકો.
  6. અધકચરી બફાય એટલે ઉપર ચટણી લગાવો.
  7. 1મીનીટ બફાવા દો.
  8. હવે ફરી એના ઉપર 1ચમચો ખીરું ફેલાવી જાય તેમ રેડો.
  9. ઢાંકી ને 10.મીનીટ બફાવા દો.
  10. ઢોકળા ઠંડા થાય પછી કાપી લો.
  11. વઘાર માટે તેલ ગરમ કરો.
  12. રાઈ,મીઠો લીમડો, મરચાં નાખો.
  13. ઢોકળા ની થાળી પર રેડો.
  14. કોથમીર ભભરાવો.
  15. ખાવા માટે તૈયાર છે, ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર