હોમ પેજ / રેસિપી / ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :

Photo of bhinda capsicum sabji by Khushboo Doshi at BetterButter
600
3
0.0(0)
0

ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :

Jun-26-2018
Khushboo Doshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડા-કેપ્સીકમ ની સબ્જી : રેસીપી વિશે

આ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ - નાના / મિડીયમ સાઇઝ ના ભીડા
  2. ૧ મિડીયમ - કેપ્સીકમ
  3. ૨ ચમચી - છીણેલુ આદુ
  4. ૧.૫ચમચી - મરચાની પેસ્ટ.
  5. ૨ ચમચી - કોથમીર બારીકા સમારેલ
  6. 3 ચમચા - તેલ
  7. ૧/૨ ચમચી - હળદર
  8. ૧ ચમચી - ધાણાજીરુ પાવડર
  9. ૧/૨ ચમચી – હીંગ
  10. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક ડીશ માં ભીંડા ( સુકા કટકા થી લુછી લેવા) ,કેપ્સીકમ( બરાબર ધોઇ લેવું),કોથમીર અને આદુ બધી વસ્તુ રેડી કરો..
  2. હવે ભીંડા,કેપ્સીકમ અને કોથમીર ને પિક્સ માં બતાવ્યા મુજબ લાંબી સ્ટ્રીપ માં કાપી લો.અને કોથમીર બારીક સમારી લો.
  3. હવે એક કડાઇ માં તેલ લો અને તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાંખો.
  4. હવે હીંગ નાખ્યા બાદ તેમાં ભીંડા અને કેપ્સીકમ કાપી ને રાખ્યા છે એ નાખી હલાવી લો.
  5. હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લો. અને થોડી વાર પાકવા દો.
  6. પાકવા લાગે એટલે તેમાં છીણેલું આદુ અને મરચા ની પેસ્ટ નાંખી હલાવી લો.
  7. હવે ચઢી જાય એટલે તેમાં ધાણાંજીરુ અને બારીકા સમારેલ કોથમીર નાખી હલવી લો. અને થી 6 મિનીટ બાદ ગેસ બંધ કરો
  8. તો તેને ગેસ બંધ કર્યા બાદ તેને કોથમીર વડે ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરો. તો આજે જ બનાવો ભીંડા-કેપ્સીકમ ની સબ્જી.
  9. નોંધ: ભીંડા એકદમ ફ્રેશ લેવા અને તેમાં બી ઓછા નીકળે એવા કુણા ભીંડા પ્રીફર કરવા. જો તેમા બી વધુ હોયા તો સમારતી વખતે તેમાંથી બી કાઢી લેવા જેથી સબ્જી માં બી ઓછા દેખાય. તેમજ આમાં આદુ મરચા સરખા પ્રમાણા માં લેવાં. તેમજ તેલ નુ પ્રમાણ સરખા પ્રમાણ માં લેવા. આ જૈન લોકો બનાવી શકે એવી રેસીપી છે.જે જૈન આદુ ન ખાતા હોય એ આદુ વગર બનાવી શકે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર