Open in app

ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Khushboo Doshi26th Jun 2018

bhinda capsicum sabji ના વિશે

Ingredients to make bhinda capsicum sabji in gujarati

  • ૧૫૦ ગ્રામ - નાના / મિડીયમ સાઇઝ ના ભીડા
  • ૧ મિડીયમ - કેપ્સીકમ
  • ૨ ચમચી - છીણેલુ આદુ
  • ૧.૫ચમચી - મરચાની પેસ્ટ.
  • ૨ ચમચી - કોથમીર બારીકા સમારેલ
  • 3 ચમચા - તેલ
  • ૧/૨ ચમચી - હળદર
  • ૧ ચમચી - ધાણાજીરુ પાવડર
  • ૧/૨ ચમચી – હીંગ
  • મીઠું સ્વાદ મુજબ

How to make bhinda capsicum sabji in gujarati

  1. સૌ પ્રથમ એક ડીશ માં ભીંડા ( સુકા કટકા થી લુછી લેવા) ,કેપ્સીકમ( બરાબર ધોઇ લેવું),કોથમીર અને આદુ બધી વસ્તુ રેડી કરો..
  2. હવે ભીંડા,કેપ્સીકમ અને કોથમીર ને પિક્સ માં બતાવ્યા મુજબ લાંબી સ્ટ્રીપ માં કાપી લો.અને કોથમીર બારીક સમારી લો.
  3. હવે એક કડાઇ માં તેલ લો અને તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાંખો.
  4. હવે હીંગ નાખ્યા બાદ તેમાં ભીંડા અને કેપ્સીકમ કાપી ને રાખ્યા છે એ નાખી હલાવી લો.
  5. હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લો. અને થોડી વાર પાકવા દો.
  6. પાકવા લાગે એટલે તેમાં છીણેલું આદુ અને મરચા ની પેસ્ટ નાંખી હલાવી લો.
  7. હવે ચઢી જાય એટલે તેમાં ધાણાંજીરુ અને બારીકા સમારેલ કોથમીર નાખી હલવી લો. અને થી 6 મિનીટ બાદ ગેસ બંધ કરો
  8. તો તેને ગેસ બંધ કર્યા બાદ તેને કોથમીર વડે ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરો. તો આજે જ બનાવો ભીંડા-કેપ્સીકમ ની સબ્જી.
  9. નોંધ: ભીંડા એકદમ ફ્રેશ લેવા અને તેમાં બી ઓછા નીકળે એવા કુણા ભીંડા પ્રીફર કરવા. જો તેમા બી વધુ હોયા તો સમારતી વખતે તેમાંથી બી કાઢી લેવા જેથી સબ્જી માં બી ઓછા દેખાય. તેમજ આમાં આદુ મરચા સરખા પ્રમાણા માં લેવાં. તેમજ તેલ નુ પ્રમાણ સરખા પ્રમાણ માં લેવા. આ જૈન લોકો બનાવી શકે એવી રેસીપી છે.જે જૈન આદુ ન ખાતા હોય એ આદુ વગર બનાવી શકે છે.

Reviews for bhinda capsicum sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to bhinda capsicum sabji in gujarati

  • પાપડ ની સબ્જી

    3 likes
  • ભીંડા ની કાચરી

    2 likes
  • ગાજર પાલક ની સબ્જી

    5 likes
  • બેસન ગટ્ટે ની સબ્જી

    1 likes
  • ભીંડા ની ખાટ્ટી મીઠી કઢી

    1 likes
  • દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી

    3 likes