હોમ પેજ / રેસિપી / લહસૂની પાલક

Photo of Lasooni Palak by Rani Soni at BetterButter
1186
7
0.0(0)
0

લહસૂની પાલક

Jun-26-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લહસૂની પાલક રેસીપી વિશે

તમે પાલક પનીર, પાલક કોફ્તા ખાધા હશે :innocent: કંઈક અલગ પ્રયાસ કરવા માંગો છો તો બનાવો લહસૂની પાલક. આ રેસીપી નો પ્રયાસ જરૂર કરજો અને પ્રેમ થી આનંદ માણજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. પાલક ની ભાજી સમારેલી 2 કપ
  2. 10 કડી લસણ સમારેલ
  3. તેલ/ઘી 3 ચમચી
  4. 1/2 ચમચી જીરું
  5. 1 મધ્યમ સમારેલ ડુંગળી
  6. લીલા મરચા 2-3 સમારેલ
  7. આદું 1/8 નાની ચમચી
  8. 1 ચમચી ગરમ મસાલા પાવડર
  9. સ્વાદમુજબ મીઠું
  10. 2 ચમચી લીંબુનો રસ
  11. 2 નંગ સુકુ લાલ મરચું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલકને ધોઈ લો.
  2. ગેસ પર 4 કપ પાણી ગરમ કરી તેમાં પાલકને 2-3 મિનીટ માટે નાંખી લો.
  3. ગેસ બંધ કરી તૈયારી માં પાલક ને
  4. બરફ નાં ઠંડા પાણીમાં કાઢી લેા,જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
  5. ચારણી માં નિતારી લો.
  6. મિક્સર જારમાં પાલક, આદું અને લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો.
  7. એક પેનમાં ઘી /તેલ લો.
  8. જીરું નાંખો.
  9. ડુંગળી ઉમેરો.
  10. ડુંગળી થોડી લાલ થાય અેટલે
  11. પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરવું
  12. મીઠુ ઉમેરવું
  13. 2-3 મિનીટ ઉકાળવું
  14.  હવે લીંબુના રસને ઉમેરો
  15. મિકસ કરો
  16. ગરમ મસાલા પાવડર ઉમેરો મિકસ કરો.
  17. ગેસ પર થી ઉતારી લો.
  18. સવૅ કરવાના બાઉલ માં પાલકની ગ્રેવી મૂકો.
  19. બીજા એક પેનમાં ઘી કે બટર લઈ
  20. લસણ નાં ટુકડાં ને નાંખો.
  21. સોનેરી રંગ થાય સુધી સાંતળો.
  22. સૂકુ લાલ મરચું નાંખી ગેસ બંધ કરો.
  23. આ વઘાર ને પાલકની ગ્રેવી ઉપર નાંખી
  24. લહસૂની પાલક ને રોટલી/પરાઠા જોડે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર