હોમ પેજ / રેસિપી / સેવ બોલ્સ ઈન ગ્રેવી

Photo of Sev balls in gravy by Rani Soni at BetterButter
381
2
0.0(0)
0

સેવ બોલ્સ ઈન ગ્રેવી

Jun-26-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ બોલ્સ ઈન ગ્રેવી રેસીપી વિશે

સેવ ટામેટા તો બનાવતાં જ હોઈયે છીઅે હવે બનાવો સેવ બોલ્સ ઈન ગ્રેવી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ગ્રેવી માટે
  2. તેલ 4 ચમચી
  3. આદુ લસણ 1 ચમચી
  4. ડુંગળી 1 સમારેલ
  5. ટામેટા 2 સમારેલ
  6. કાજુ 2-3
  7. લીલું મરચું 1
  8. જીરા 1/8 ચમચી
  9. સ્વાદ મુજબ માટ મીઠું
  10. હળદર પાવડર 1/8 ચમચી
  11. ધાણા પાવડર 1 ચમચી
  12. લાલ મરચું પાવડર 1 ચમચી
  13. ગરમ મસાલા પાવડર 1 ચમચી
  14. કસુરી મેથી 1/4 ચમચી
  15. ક્રીમ અથવા મલાઇ 1 ચમચી
  16. બોલ્સ માટે: રતલામી સેવી 1/2 કપ
  17. દૂધ અથવા પાણી 1 ચમચી
  18. સુશોભન માટે વાપરવાની સામગ્રી :
  19. કોથમીર 1 ચમચી
  20. 1 ચમચી ક્રીમ/ મલાઇ

સૂચનાઓ

  1. અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો
  2. તેમાં આદુ લસણને નાંખો.
  3. ડુંગળી નાંખો
  4. ડુંગળી ગુલાબી થાય અેટલે
  5. ટામેટા ઉમેરો
  6. કાજુ ઉમેરો
  7. હવે ઢાંકી લો 1 મિનીટ માટે
  8. ગેસ બંધ કરી દો
  9. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં લીલું મરચુ નાંખી પીસી લેવું
  10. એક પેન માં તેલ લઈ જીરૂ નાંખવું
  11. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરી
  12. પિસેલી ટમેટા ડુંગળી ની પેસ્ટ નાંખવી.
  13. 1/2 કપ પાણી નાંખવું મીક્સ કરવું
  14. મીઠું ઉમેરી 5 મિનિટ ઉકાળવું
  15. હવે ક્રીમ, ગરમ મસાલા ઉમેરવા
  16. કસૂરીમેથી ઉમેરવી
  17. ગ્રેવી તૈયાર છે
  18. બોલ બનાવવા માટે: સેવ નો ચુરો કરી દેવો.
  19. તેમાં દૂધ / પાણી નાંખી નાના કદના બોલ વાળી દેવા
  20. સેવ ના બોલ ને કોથમીર થી સજાઈ દેવાં
  21. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી
  22. ગ્રેવી ઉપર સેવ નાં બોલ નાંખી ક્રીમ/ મલાઇ નાંખી પિરસવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર