હોમ પેજ / રેસિપી / જલવા - એ - ભાવનગરી મરચાં

Photo of Jalwa - E - Bavnagari Mirchi by Dimpal Patel at BetterButter
358
5
0.0(0)
0

જલવા - એ - ભાવનગરી મરચાં

Jun-27-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જલવા - એ - ભાવનગરી મરચાં રેસીપી વિશે

ખૂબ જ ટેંગી અને લાજવાબ ડીશ.....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • હૈદરાબાદી
  • ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ ભાવનગરી મરચાં
  2. ૭૫ ગ્રામ સીંગદાણા
  3. ૩ છીણેલા કાંદા
  4. ૧ મોટી ચમચી રાઈ
  5. ૭ - ૮ કઢી લીમડાના પાન
  6. ૧ મોટી ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  7. ૧/૪ મોટી ચમચી આદુ લસણની પેસ્ટ
  8. ૧ નાની ચમચી હળદર
  9. ૧ મોટી ચમચી લાલ મરચું પાવડર
  10. ૨ મોટી ચમચી ધાણા જીરૂ પાવડર
  11. ૧ મોટી ચમચી લીંબુનો રસ
  12. ૧ નાની ચમચી ગરમ મસાલો
  13. ૧/૨ કપ તેલ
  14. ૧ નાની ચમચી મીઠું
  15. ૨ મોટી ચમચી કાપેલી કોથમીર

સૂચનાઓ

  1. મરચાં ને ધોઈને બી કાઢી લેવા. તેલ માં મરચાને તળી લેવા.
  2. સીંગદાણા ને શેકી લેવા.
  3. સીંગદાણા ને ઠંડા પડે પછી વાટી લેવા.
  4. એક પેણી માં તેલ લઇ રાઇ નાંખો. રાઈ તતડે એટલે કઢી લીમડો અને છીણેલા કાંદા નાંખવા.
  5. કાંદા ગુલાબી થાય એટલે બધા મસાલા નાંખી દેવા.
  6. સીંગદાણા નો ભૂકો નાંખીને મિક્સ કરવું. પછી તેમાં ૧/૪ કપ પાણી ઉમેરવું.
  7. હવે તળેલા મરચાં ઉમેરવા. ૧ ગ્લાસ પાણી નાંખી ને થવા દો.
  8. લીંબુનો રસ નાંખીને ઢાંકી દેવું. ૭ - ૮ મિનિટ ઉકાળવું.
  9. કોથમીર થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર