હોમ પેજ / રેસિપી / જીરા રાઈસ એન્ડ દાળ તડકા

Photo of Jeera rice and dal tadka.. by Leena Sangoi at BetterButter
608
1
0.0(0)
0

જીરા રાઈસ એન્ડ દાળ તડકા

Jun-27-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીરા રાઈસ એન્ડ દાળ તડકા રેસીપી વિશે

મેન કોસ રેસિપી...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. જીરા રાઈસ માટે સામગ્રી:
  2. 1 કપ બાસમતી ચોખા
  3. મીઠું
  4. 1.5 tbsp ઘી/ બટર
  5. 2 ઇંચ તજ
  6. 1 તમાલપત્ર
  7. 1 લવિંગ
  8. 2 tsp જીરું
  9. કોથમીર
  10. દાળ તડકા માટે સામગ્રી:
  11. 1 કપ તુવેર દાળ
  12. 1/4 મગની છડી દાળ
  13. 2 લીલા મરચાની ચીરી
  14. 1 tsp છીણેલ આદુ
  15. 1 tsp લસણની કટકી
  16. 1/2 tsp હળદર
  17. 2 tbsp ઘી
  18. 1 સૂકું લાલ મરચું
  19. 1/2 tsp રાય
  20. મીઠું
  21. 1/4 કપ ડુંગળીની સ્લાઈસ
  22. 1/4 કપ ચોપ્ડ ટમેટા
  23. કોથમીર
  24. બટર
  25. લાલ મરચું

સૂચનાઓ

  1. બાસમતી ચોખાને 20-30 મિનિટ પલાળી લેવા.
  2. એક પેનમાં ઘી લઇ તજ, જીરું, તમાલપત્ર, લવિંગનો વઘાર કરી નીતારેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવા.
  3. 2 કપ પાણી અને મીઠું ઉમેરી કવર કરી હળી જાય ત્યાં સુધી કુક કરવા.
  4. તો તૈયાર છે જીરા રાઈસ.
  5. બને દાળને 20 મિનિટ માટે ધોઈ પલાળી લેવી.
  6. નિતારી તેમાં લીલા માર્ચ, આદુ, લસણ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરી કૂકરમાં સીટી કુક કરી લેવી.
  7. લીલા મરચાની ચીરીઓ કાઢી લઇ દાળને સહેજ મેસ કરવી.
  8. હવે એક પેનમાં ઘી લઇ રાય ઉમેરીને લાલ સૂકું મરચું અને ડુંગળી ઉમેરી સાતંળવુ.
  9. પછી ટમેટા ઉમેરી 3-4 મિનિટ સાંતળવા.તેલ છૂટું પડી જાય એટલે દાળ ઉમેરીને મિક્સ કરી લેવું, થોડીવાર ઉકાળીને નીચે ઉતારી લેવું.
  10. સર્વિંગ બાઉલમાં દાળને લઇ તેમાં લાલ મરચું પાઉડર લઇ તેના પર ગરમ બટર કે ઘી રેડી કોથમીર વડે ગાર્નિશ કરવું.
  11. તો તૈયાર છે દાળ તડકા.
  12. દાળ તડકા અને જીરા રાઈસ ગરમ ગરમ સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર