હોમ પેજ / રેસિપી / કમળ કાકડી નું શાક

Photo of Veg Lotus stem by Urvashi Belani at BetterButter
1066
2
0.0(0)
0

કમળ કાકડી નું શાક

Jun-27-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કમળ કાકડી નું શાક રેસીપી વિશે

કમળ કાકડી એ કમળ ના ફૂલ નો એક ભાગ છે. આનું શાક બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે.

રેસીપી ટૈગ

  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4- 5 કમળ કાકડી
  2. 2 બારીક કાપેલી ડુંગળી
  3. 2 બારીક કાપેલા ટામેટા
  4. 1/2 ચમચી જીરું
  5. 1 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણા પાવડર
  8. 1/2 ચમચી આમચૂર
  9. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  10. 1/4 ચમચી કસૂરી મેથી
  11. નમક
  12. લીલાં ધાણા
  13. 3 ચમચા તેલ
  14. જરૂરિયાત મુજબ પાણી
  15. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. કમળ કાકડી ને છોલી ને નાના નાના ટુકડા કરી ધોઈ લો.
  2. કુકર માં કમળ કાકડી અને નમક તથા પાણી નાખી 3-4 સીટી વાગે ત્યાં સુધી ધીમાં તાપે મુકો. પછી પાણી માંથી કાઢી ઠંડુ પડવા દો.
  3. તેલ ગરમ કરી કમળ કાકડી નાખી કડક થાય ત્યાં સુધી તળો.
  4. એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ડુંગળી નાખો. થોડુ બ્રાઉન થયા પછી ટામેટા અને બધા મસાલા નાખો.
  5. જ્યારે ગ્રેવી તેલ છોડે પછી કમળ કાકડી અને થોડું પાણી નાખી 2 મિનિટ ઢાંકી ને ધીમા તાપે રાખો.
  6. લીલા ધાણા નાખી ગરમ ગરમ રોટલી, ભાખરી અથવા પરાઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર