હોમ પેજ / રેસિપી / બેંગન ભરથા

Photo of Baingan Bharta by Rani Soni at BetterButter
637
2
0.0(0)
2

બેંગન ભરથા

Jun-27-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેંગન ભરથા રેસીપી વિશે

બેંગન ભરથા કે રીંગણનો ઓળો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી હોય કે પછી રોટલા બધાની જ સાથે સારો લાગે છે. તો જાણી લો ટેસ્ટી રીંગણનો ઓળો બનાવવાની રીત.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મોટાં રીંગણ
  2. 2 મોટી ચમચી તેલ
  3. 1/2 ચમચી જીરુ
  4. 1/2 કપ સમારેલી ડુંગળી
  5. 1/2 કપ સમારેલા ટામેટા
  6. બાફેલા વટાણા 2 ચમચી
  7. 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  8. 2 સમારેલા લીલા મરચા
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ધાણાજીરુ
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. કાશમીરી લાલ મરચું 1 ચમચી
  13. કસુરી મેથી 1 ચમચી
  14. સ્વાદાનુસાર મીઠું
  15. કોથમીર 1 ચમચી
  16. સવૅ કરવા માટે:
  17. 2 ચમચી ડુંગળી ટામેટા નું સલાડ
  18. 1 રોટલી
  19. 2 લીલા મરચાં

સૂચનાઓ

  1. રીંગણની ચારે બાજુ ચીરા પાડો
  2. 1 ચમચી તેલ લઈને રીંગણની સપાટી પર લગાવો.
  3. ગેસ પર રીંગણ ને શેકો
  4. સોફ્ટ અને કાળા થઈ જાય ત્યાં સુધી
  5. હવે ગેસ પરથી ઉતારી ઠંડા પાણી માં નાંખી દો.
  6. ત્યાર પછી રીંગણની છાલ ઉતારીને તેને મેશ કરી નાંખો.
  7. એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો
  8. જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે
  9. ડુંગળી નાંખી 1 મિનિટ માટે સાંતળો.
  10. તેમાં આદુ તથા લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
  11. મધ્યમ તાપ પર થોડી સેકન્ડ્સ માટે સંતળાવા દો.
  12. તેમાં ટામેટા નાંખી 2 મિનિટ ચડવા દો.
  13. બાફેલા વટાણા ઉમેરો
  14. હળદર, ધાણાજીરુ પાવડર,કાશમીરી લાલ મરચું,મિક્સ કરો
  15. રીંગણનો માવો નાંખો
  16. ગરમ મસાલો અને મીઠું નાંખી મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ માટે ચડવા દો.
  17. કસુરી મેથી નાંખો
  18. કોથમીર ભભરાવો.
  19. ગરમગરમ બેંગન ભરથા રોટલી ઉપર મૂકી,લીલા મરચાં ડુંગળી,ટમેટા ના સલાડ જોડે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર