Open in app

બેંગન ભરથા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Rani Soni27th Jun 2018

Baingan Bharta ના વિશે

Ingredients to make Baingan Bharta in gujarati

  • 2 મોટાં રીંગણ
  • 2 મોટી ચમચી તેલ
  • 1/2 ચમચી જીરુ
  • 1/2 કપ સમારેલી ડુંગળી
  • 1/2 કપ સમારેલા ટામેટા
  • બાફેલા વટાણા 2 ચમચી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 2 સમારેલા લીલા મરચા
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • કાશમીરી લાલ મરચું 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદાનુસાર મીઠું
  • કોથમીર 1 ચમચી
  • સવૅ કરવા માટે:
  • 2 ચમચી ડુંગળી ટામેટા નું સલાડ
  • 1 રોટલી
  • 2 લીલા મરચાં

How to make Baingan Bharta in gujarati

  1. રીંગણની ચારે બાજુ ચીરા પાડો
  2. 1 ચમચી તેલ લઈને રીંગણની સપાટી પર લગાવો.
  3. ગેસ પર રીંગણ ને શેકો
  4. સોફ્ટ અને કાળા થઈ જાય ત્યાં સુધી
  5. હવે ગેસ પરથી ઉતારી ઠંડા પાણી માં નાંખી દો.
  6. ત્યાર પછી રીંગણની છાલ ઉતારીને તેને મેશ કરી નાંખો.
  7. એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો
  8. જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે
  9. ડુંગળી નાંખી 1 મિનિટ માટે સાંતળો.
  10. તેમાં આદુ તથા લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
  11. મધ્યમ તાપ પર થોડી સેકન્ડ્સ માટે સંતળાવા દો.
  12. તેમાં ટામેટા નાંખી 2 મિનિટ ચડવા દો.
  13. બાફેલા વટાણા ઉમેરો
  14. હળદર, ધાણાજીરુ પાવડર,કાશમીરી લાલ મરચું,મિક્સ કરો
  15. રીંગણનો માવો નાંખો
  16. ગરમ મસાલો અને મીઠું નાંખી મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ માટે ચડવા દો.
  17. કસુરી મેથી નાંખો
  18. કોથમીર ભભરાવો.
  19. ગરમગરમ બેંગન ભરથા રોટલી ઉપર મૂકી,લીલા મરચાં ડુંગળી,ટમેટા ના સલાડ જોડે સવૅ કરો.

Reviews for Baingan Bharta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baingan Bharta in gujarati