Open in app

સરગવા ની કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dipika Ranapara28th Jun 2018

Drumstick kadhi ના વિશે

Ingredients to make Drumstick kadhi in gujarati

  • 1કપ દહી
  • 500 મિલી પાણી
  • 1ચમચો ચણાનો લોટ
  • 4 સરગવા ની સીંગ
  • 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી હળદર
  • 1ચમચો ઘી
  • 1 નંગ લાલ સૂકું મરચું
  • મીઠો લીંબડો 1 તીરખી
  • 1ચમચી કઢી મસાલો
  • *વાંટવા નો કઢી મસાલો
  • *1ચમચી ઘી
  • *ચપટી હિંગ
  • *1ચમચી રાઇ
  • *1/2ચમચી જીરું
  • *1/2ચમચી અજમો
  • *ચપટી મેથી ના દાણા
  • *1/2ચમચી અડદની દાળ
  • *1/2 ચમચી ચણા ની દાળ
  • *1 નંગ દગડફૂલ
  • *4 નંગ લવિંગ
  • *1ટૂકડો તજ
  • *1 નંગ તમાલપત્ર
  • *6 મરી

How to make Drumstick kadhi in gujarati

  1. સરગવા ની સીંગ ના નાના ટુકડા કરી કૂકર માં પ્રમાણસર પાણી , ચપટી મીઠું અને ચપટી હળદર નાખી પાચ સીટી વગાડી ગેસ બંધ કરી દો
  2. દહી માં પાણી, ચણાનો લોટ નાખી વલોવી લો. મીઠું સ્વાદ અનુસાર, હળદર, વાટેલા આદૂ મરચા લસણ નાખી મધ્યમ તાપે ઉકળવા મૂકો.
  3. સરગવા ની સીંગ ઉમેરો .
  4. હવે કડાઈ માં ધીમા તાપે 1ચમચી ઘી ગરમ કરી ચણા ની દાળ, અડદ ની દાળ, મેથી દાણા સાંતળો, રાઇ, જીરું,અજમો, તમાલપત્ર, તજ,લવિંગ,મરી,દગડફૂલ બધા ખડા મસાલા નાખી બરાબર સાંતળો .
  5. ગેસ બંધ કરી , સહેજ ઠંડા પડે એટલે દળી ને પાવડર બનાવી લો. કઢી મસાલો તૈયાર.
  6. હવે, વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, ચપટી રાઇ , 1ચમચી કઢી મસાલો નાખી વઘાર કરી કઢી માં રેડો.
  7. 20 મીનીટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

Reviews for Drumstick kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Drumstick kadhi in gujarati

  • કઢી

    2 likes
  • કઢી

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • સિંધી કઢી

    4 likes