હોમ પેજ / રેસિપી / સરગવા ની કઢી

Photo of Drumstick kadhi by Dipika Ranapara at BetterButter
555
2
0.0(0)
0

સરગવા ની કઢી

Jun-28-2018
Dipika Ranapara
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવા ની કઢી રેસીપી વિશે

ગુજરાતી ભોજન મા કઢી, ભાત, કઠોળ,રોટલી એ પરંપરાગત મેનું છે. કઢી વિવિઘ પ્રકારની બનાવાય છે.જેમકે ભાત સાથે ખાટી-મીઠી કઢી, ખીચડી સાથે ખાટી કઢી, ડપકા કઢી, બુંદી કઢી, રીંગણ ની કઢી,ભીંડા ની કઢી, સરગવા ની કઢી વગેરે સ્વાદિષ્ટ કઢી ની વાનગી ઓ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ દહી
  2. 500 મિલી પાણી
  3. 1ચમચો ચણાનો લોટ
  4. 4 સરગવા ની સીંગ
  5. 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. 1ચમચો ઘી
  9. 1 નંગ લાલ સૂકું મરચું
  10. મીઠો લીંબડો 1 તીરખી
  11. 1ચમચી કઢી મસાલો
  12. *વાંટવા નો કઢી મસાલો
  13. *1ચમચી ઘી
  14. *ચપટી હિંગ
  15. *1ચમચી રાઇ
  16. *1/2ચમચી જીરું
  17. *1/2ચમચી અજમો
  18. *ચપટી મેથી ના દાણા
  19. *1/2ચમચી અડદની દાળ
  20. *1/2 ચમચી ચણા ની દાળ
  21. *1 નંગ દગડફૂલ
  22. *4 નંગ લવિંગ
  23. *1ટૂકડો તજ
  24. *1 નંગ તમાલપત્ર
  25. *6 મરી

સૂચનાઓ

  1. સરગવા ની સીંગ ના નાના ટુકડા કરી કૂકર માં પ્રમાણસર પાણી , ચપટી મીઠું અને ચપટી હળદર નાખી પાચ સીટી વગાડી ગેસ બંધ કરી દો
  2. દહી માં પાણી, ચણાનો લોટ નાખી વલોવી લો. મીઠું સ્વાદ અનુસાર, હળદર, વાટેલા આદૂ મરચા લસણ નાખી મધ્યમ તાપે ઉકળવા મૂકો.
  3. સરગવા ની સીંગ ઉમેરો .
  4. હવે કડાઈ માં ધીમા તાપે 1ચમચી ઘી ગરમ કરી ચણા ની દાળ, અડદ ની દાળ, મેથી દાણા સાંતળો, રાઇ, જીરું,અજમો, તમાલપત્ર, તજ,લવિંગ,મરી,દગડફૂલ બધા ખડા મસાલા નાખી બરાબર સાંતળો .
  5. ગેસ બંધ કરી , સહેજ ઠંડા પડે એટલે દળી ને પાવડર બનાવી લો. કઢી મસાલો તૈયાર.
  6. હવે, વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, ચપટી રાઇ , 1ચમચી કઢી મસાલો નાખી વઘાર કરી કઢી માં રેડો.
  7. 20 મીનીટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર